ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ વોલસીટી દ્વારા વૃક્ષારોપણ કરાયું

ઇન્નરવ્હીલ કલબ ઓફ ભુજ વોલસીટી દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા- કચ્છ મધ્યે વૃક્ષારોપણ કરાયું હતું.

પ્રમુખ જુલીબેન દાવડા, મંત્રી નિતાબેન હાલાણી, કલ્પનાબેન લોહાર, બિનાબેન જોષી તથા કલ્પનાબેન ઠક્કર, શરદભાઇ ઠક્કર પણ વૃક્ષારોપણ કાર્યમાં જોડાયા હતા.

માનવજ્યોતને વાસણ, કપડા તથા બાળકો માટે રમકડા અર્પણ કરાયા હતા. માનવજ્યોતના પ્રબોધ મુનવરે આભાર માન્યો હતો.