બિહાર રાજ્યનાં નવાઘા જીલ્લાના પુરાની રજોલી ગામનો મુસ્લિમ યુવાન અલાઉદીન મોહમદ હનીફ ઉ.વ. 33 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. વિવિધ રાજ્યોનાં શહેરો, ગામડાઓમાં તે રખડતો-ભટકતો રહ્યો હતો. અને અનેકવિધ મુશ્કેલીઓ વેઠી હતી.
પચ્ચીસ વર્ષ પછી તે અચાનક તે રેલ્વે માર્ગે ભુજ આવી પહોંચ્યો હતો. અને આખરે તે લખપત તાલુકાનં ઘડુલી ગામ સુધી પહોંચ્યો હતો. સીયોતનાં જાગૃત અને સેવાભાવી કાર્યકર દેવજીભાઇ તેજા જાગરીયાને મળી આવતાં તેને વાહનથી માનવજ્યોત કાર્યાલય ભુજ મધ્યે પહોંચાડેલ. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે તેને આશ્રય આપવામાં આવ્યો. કચ્છ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલીન્ટીર શ્રી પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ સંસ્થાનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ તેની પાસેથી મળેલી માહિતીના આધારે બિહાર પોલીસની મદદથી તેનું ગામ, ઘર, પરિવાર શોધી કાઢતા તેનાં પત્ની સોનીયા ખાતુન, પુત્રી સોનો પરવીન, જમાઇ મોહમદ ગુલામ અન્સારી તેનો કબ્જો લેવા ભુજ આવી પહોંચ્યા હતા. તેની એક માત્ર દીકરી સોનોપરવીન માત્ર 1 વર્ષની હતી ત્યારે પિતાએ ઘર છોડ્યું હતું. આજે દીકરી છવીસ વર્ષની થઇ ગઇ છે. અને તેનાં લગ્ન પણ થઇ ગયા છે. ત્યારે પિતા-પુત્રીનું 26 વર્ષે મિલન થતાં સૌની આંખો અશ્રુભીન બની હતી. આજે તે 58 વર્ષનો થઇ પચ્ચીસ વર્ષ પછી તેનાં રાજ્ય, ગામ, પરિવાર સુધી પહોંચતા પરિવારજનોમાં અનહદ ખુશી છવાઇ છે.
માનવતાનાં આ કાર્યમાં પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, દીપેશ શાહ, રફીક બાવા, પંકજ કુરુવા, દેવેન્દ્ર
જીવાણી સહભાગી બન્યા હતા.

