Category Archives: Uncategorized

ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને માનવજ્યોત સંસ્થાની મદદથી સારવાર મળી; પરિવારજનો તેને બિહાર લઈ ગયા

માનવજ્યોત સંસ્થા, ભુજને આર.ટી.ઓ. સર્કલ પાસેથી આશરે 22 વર્ષનો એક યુવાન મળી આવ્યો હતો. યુવાનના જમણા હાથની ત્રણ આંગળીઓમાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેમાં ગેન્ગ્રીન જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. આંગળીઓમાંથી દુર્ગંધ પણ આવતી હતી. જેથી માનવજ્યોત સંસ્થાએ તાત્કાલિક તેની સારવાર માટે તેને જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તબીબી તપાસ બાદ આંગળીઓ કાપવાની જરૂરિયાત ઊભી થતાં […]

માનવજ્યોત દ્વારા 27 ફેબ્રુઆરી વિશ્ર્વ એન.જી.ઓ. દિવસ ઉજવાયો

દર વર્ષે 27 મી ફેબ્રુઆરીએ “વિશ્ર્વ એન.જી.ઓ. દિવસ’’ ઉજવવામાં આવે છે. પ્રથમ વિશ્ર્વ એન.જી.ઓ. દિવસ વર્ષ 2014 માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મનાવવામાં આવેલ. એન.જી.ઓ. સ્થાનિક-પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળે છે. આર્થિક, સામાજિક, શૈક્ષણિક જેવા તમામ ક્ષેત્રોમાં એન.જી.ઓ. મહત્વનો ભાગ ભજવે છે. એન.જી.ઓ. વિવિધ પ્રકારની સેવાઓ પ્રદાન કરતા હોય છે અને તેમનો સમાજનાં નિર્માણમાં મહત્વનો […]

રમઝાન માસનાં પ્રથમ રોઝા દિને ગુમ યુવાનને 31 વર્ષે પરિવાર મળ્યો

ઉત્તરપ્રદેશનાં શ્રાવરતી જીલ્લાનાં ઇકોના ગામના નરપતપુર વિસ્તારમાં રહેતો યુવાન અકબરઅલી ઉ.વ. 26 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. વર્ષોનાં વર્ષો વીતી ગયા પછી પરિવારજનોએ માની લીધું હતું કે હવે તે આ દુનિયામાં નહીં હોય. ઘરેથી નીકળ્યા પછી તે અનેક રાજ્યોનાં શહેરો, ગામોમાં તે સતત રખડતો-ભટકતો અને અનેકવિધ મુશ્કેલીઓ વેઠતો રહ્યો હતો. ઉપર આભ-નીચે […]

માનવજ્યોતને નવું વાહન અર્પણ કરાયું

માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ ક્ષેત્ર સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને દાતાશ્રી અ.નિ. માતુશ્રી અમરબાઇ માવજીભાઇ ગોરસીયા પરિવાર ભુજ દ્વારા નવું છ સીટર ઇકો વાહન ભુજ સ્વામિનારાયણ મંદિર મધ્યે ભુજ સ્વામિનારાયણ મંદિરનાં કોઠારી દેવપ્રકાશ સ્વામિ, કોઠારી ગૌલોકવિહારી સ્વામી, સદગુરુ પાર્ષદવર્ય શ્રી જાદવજી ભગતની ઉપસ્થિતિ અને આશિર્વાદ સાથે અર્પણ કરાયું હતું. આ પ્રસંગે […]

શિયાળીની ઠંડી સામે જરૂરતમંદ લોકોને જાકીટ-ધાબડાથી સજ્જ કરાયા

શિયાળાની ઠંડીની શરૂઆત થતાં જ ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ખુલ્લામાં પડ્યા પાથર્યા રહેતા લોકોને ઠંડી સામે રક્ષણ આપવાનું કાર્ય શરૂ કરાયું છે. જ્યાં જ્યાં લોકો ખુલ્લામાં બેઠેલા નજરે ચડે ત્યાં ત્યાં તેમને જાકેટ પહેરાવી ધાબડો ઓઢાળવામાં આવે છે. જરૂરતમંદ લોકોને ઠંડી સામે રક્ષણ મળે એવા ઉદેશ સાથે ધાબડા વિતરણ કાર્ય શરૂ કરી દેવાયું છે. જેમ-જેમ […]

વિશ્ર્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરાઇ

વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે 10 ઓક્ટોબર “વિશ્ર્વ માનસિક આરોગ્ય દિવસ’’ તરીકે ઉજવાય છે. માનસિક આરોગ્ય સેવાઓને વધુ સરળતાથી જરૂરતમંદો સુધી પહોંચાડી શકાય તેવા હેતુ સાથે માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજનાં અધિક્ષક ડો. એમ.એ. ખત્રી, સાયક્રિયાટ્રીસ્ટ ડો. પૂજાબેન સપોવાડીયા, હેડ નર્સ વર્ષાબેન ભટ્ટ, સોશિયલ વર્કર સબાનાબેન તથા રાજેન્દ્રસિંહ જાડેજાએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ […]

1791 માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચ્યા પરિવારજનો સાથે થયું ફેર મિલન

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનસિક દિવ્યાંગોની સેવાની શરૂઆત સંસ્થાનાં ટ્રસ્ટીઓ અને સેવાભાવી કાર્યકરો દ્વારા પોતાના સ્વખર્ચે અને પોતાના જ તન, મન, ધન અને સમયનાં ભોગ સાથે કરવામાં આવી મુખ્ય માર્ગો, રસ્તા ઉપર કેટલાય બિનવારીસ માનસિક દિવ્યાંગો રખડતા-ભટકતા જોવા મળ્યા. આવા માનસિક દિવ્યાંગોને પોતાના માનીને પ્રેમપૂર્વક સંભાળી રસ્તે રઝળતા આવા લોકોને સ્નાન કરાવું, ભોજન આપવું,નખ-વાળ કાપવા, […]

રોગ પ્રતિકાર શક્તિ વધારવા આયુર્વેદીક ગોળીઓનું નિઃશુલ્ક વિતરણ

નિયામકશ્રી આયુષ ગાંધીનગર અને આયુર્વેદ શાખા કચ્છ જીલ્લા પંચાયત ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થાના સહકારથી કોરોના સામે રક્ષણ મેળવવા તેમજ શરીરમાં રોગ પ્રતિકાર શક્તિ વધારવા અનેક ઔષધિઓથી ભરપૂર “શમશની વટી, આયુર્વેદીક ગોળીઓનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરાયું છે.  જીલ્લા આયુર્વેદ અધિકારી શ્રી પવનકુમાર મકરાણીએ “શમશની વટી, આયુર્વેદીક ગોળીઓ વિતરણ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ડો. પ્રતિક્ષાબેન […]

છત્રપતિ શિવાજી મહારાજની જન્મજ્યંતિ પ્રસંગે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું

છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતિ પ્રસંગે મહારાષ્ટ્ર ગણેશ મંડળ ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડાયું હતું. મંડળનાં સંતોષભાઇ મરાઠા, રાજુભાઇ મરાઠા, બાબુભાઇ મરાઠા, વિકાસભાઇ મરાઠા તથા મંડળનાં સર્વે સભ્યોએ સ્વહસ્તે મનોરોગીઓને મિષ્ટાન-ફરસાણ સાથેનું ભોજન જમાડ્યું હતું. વ્યવસ્થામાં પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, ગુલામ મોતાએ સહકાર આપ્યો […]

માનવજ્યોત દ્વારા શહિદોને અંજલિ અપાઇ

પુલવામા શહીદ થયેલા દેશનાં વીર જવાનોને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આંતકવાદીઓ દ્વારા થયેલા હુમલાને વખોડી કાઢવામાં આવેલ. સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, અરવિંદભાઇ ઠક્કર, શંભુભાઇ જાષી, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, પ્રવિણ ભદ્રા, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી તથા સર્વે કાર્યકરોએ વીર જવાનોને અંજલિ આપી હતી.