Monthly Archives: May 2026

રાતાતળાવ-સણોસરા વચ્ચે ભૂંગા-ઝુંપડામાં રહેતા મહિલાઓને નવી સાડીઓ વિતરણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સણોસરા-રાતાતળાવ વચ્ચે રોડની એક સાઇડમાં ખુલ્લામાં પડ્યા-પાથર્યા રહેતા પરિવારો, ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા મહિલાઓને નવી સાડીઓ અર્પણ કરાઇ હતી. બળબળતા તાપ અને સખત ગરમીમાં ખુલ્લામાં રહેતા પરિવારોનાં મહિલાઓને નવી સાડીઓ અર્પણ કરાતાં પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી. વ્યવસ્થા પ્રબોધ મુનવર, હિતેશ ગોસ્વામી તથા અમૃતલાલ ડાભીએ સંભાળી હતી.

આણંદ આશ્રમનાં 8 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ભુજથી તેમનું ઘર શોધી આપી, પરિવાર સાથે મિલન કરાવાશે

માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ આણંદનાં 8 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો ભુજથી પોતાનાં ઘર સુધી પહોંચશે. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને સેવાશ્રમ સ્થળે લાવી તેમનું રાજ્ય, શહેર, ગામ, પરિવાર શોધી આપી વર્ષો પછી પરિવાર સાથે ફેર મિલન. કરાવવાનું કાર્ય કરવામાં આવે છે. માનવજ્યોતના પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ સંસ્થાનાં સામાજિક […]