કેરા મંદિરમાં પાટોત્સવ પ્રસંગે ભુજની માનવજ્યોત સંસ્થાને 75 હજારનું અનુદાન અપાયું

સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનાં કેરા મંદિરે પાટોત્સવ પ્રસંગે મુળ કેરાનાં હાલે મોમ્બાસાવાસી દાતા ઘનશ્યામભાઇ માવજી ટપરિયાએ પુત્ર સ્વ. રાજેશની સ્મૃતિમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનાં આચાર્ય મહારાજ શ્રી જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામિનાં વરદ્ હસ્તે ભુજની માનવજ્યોત સંસ્થાને રુ. 75000 નું અનુદાન અપાયું હતું.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.