ચૈત્રી નવરાત્રી અને રામનવમી નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી ભગવતી વિદ્યામંદિરનાં બાળશ્રમયોગીઓને શૈક્ષણિક સાધનો તથા મીઠાઇ અર્પણ કરાયા હતા. બાળકોએ ખુશી વ્યક્ત કરી હતી. રાજુભાઇ દાફડા, માલશીં માતંગ, રમણિક ઝાલા, જશાભાઇ મોથારિયા તથા માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, શિક્ષીકા કાન્તાબેન જોગી ઉપસ્થિત રહી બાળકોને શૈક્ષણિક સાધનો તથા લાડુ અર્પણ કરી ચૈત્રી નવરાત્રી, આઠમ તથા […]
Monthly Archives: March 2026
ચૈત્રી નવરાત્રી આઠમનાં દિવસે મહાપ્રસાદ વધી પડ્યા હોવનાં માનવજ્યોત સંસ્થાને 13 ફોન આવ્યા હતા. પદ્ધર, કાળીતળાવડી, લાખોંદ, રતનાલ, સુમરાસર, મીરઝાપર તેમજ ભુજ, માધાપરની મળી 13 સમાજવાડીઓમાંથી મહાપ્રસાદ વધી પડ્યાનાં ફોન માનવજ્યોત સંસ્થાને મળતાં આ બધો મહાપ્રસાદ એકઠો કરી સંસ્થાએ ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે પહોંચાડતા 4 હજાર ગરીબો ભરપેટ પ્રસાદ જમ્યા હતા. તેમનો જઠારાગ્નિ ઠરતાં તેઓએ અંતરનાં આશિર્વાદ […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોડકી પ્રાથમિક શાળા મધ્યે કુંડા-ચકલીઘર વિતરણ કાર્યક્રમ ગામના સરપંચ વંકાભાઇ રબારી, શાળાના મુખ્ય શિક્ષક શ્રી મહેશભાઇ ત્રિવેદી તથા સ્ટાફ સર્વે અને ગામવાસીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. માનવજ્યોત દ્વારા 150 કુંડા અને 150 ચકલીઘર નિઃશુલ્ક વિતરણ કરાયા હતા. સંસ્થાનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોનીએ ચકલીદિવસનું મહત્વ સમજાવ્યું હતું. પંચાયતના સભ્યો હરજીભાઇ મહેશ્ર્વરી, […]
ઉત્તરપ્રદેશનાં પુરવા જીલ્લાનાં બેરાઇચ ખારિધાર વિસ્તારનો યુવાન દુઃખીરામ ઉ.વ. 31 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. તે અનેક રાજ્યોમાં સતત રખડતો-ભટકતો રહ્યો હતો. ચાર વર્ષ પછી તે કચ્છનાં માંડવી તાલુકાનાં નાનાભાડિયા વિસ્તારમાંથી માનવજ્યોતનાં કાર્યકર દેવાંગભાઇ ગઢવીને મળી આવતાં તેમણે પોતનાં વાહન મારફતે આ યુવાનને માનવજ્યોત કાર્યાલયે પહોંચાડેલ. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે તેને […]
ભુજનાં રીજીયોનલ સાયન્સ સેન્ટર અને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સાયન્સ સેન્ટર મધ્યે પ્રોજેકટ ડાયરેકટર વિરલભાઇ પરમારના માર્ગદર્શન હેઠળ બાળકોની વિશાળ ઉપસ્થિતિમાં “વિશ્વ ચકલી દિવસ,, ઉજવાયો હતો. ફેસીલીટી મેનેજર આરતીબેન આર્યે પ્રાસંગિક વક્તવ્ય આપતાં લૂપ્ત થતી ચકલીઓને બચાવી લેવા, તેમને રહેણાંકની વ્યવસ્થા કરી આપવા સમજપૂરી પાડી હતી. અદ્રશ્ય થઇ રહેલી ચકલીઓને પડતી અનેક મુશ્કેલીઓ વર્ણવી હતી. […]
માનવસેવા, જીવદયા અને સમરસતાના ઉપાસક અંબેધામ ગઢશીશાનાં પરમ વંદનીય ભાગવત દેવી, પૂજ્ય ચંદુમાનાં સાનિધ્યમાં અને ગં.સ્વ. માતુશ્રી ઉષાબા વિજયભાઇ આડઠક્કરનાં મુખ્ય યજમાનપદે, પ્રખર ભાગવતકાર પૂજ્ય જિજ્ઞેશદાદાની ગઢશીશા મધ્યે ચાલતી શ્રીમદ્ ભાગવત કથા દરમ્યાન માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા,સહદેવસિંહ જાડેજાએ પૂજ્ય જિજ્ઞેશદાદાને કુંડા-ચકલીઘર અર્પણ કર્યા હતા. અને કચ્છભરમાં માનવજ્યોત સંસ્થા ભુજની ચાલી રહેલી વિવિધ સેવાકીય પ્રવૃતિઓથી […]
ઉત્તરપ્રદેશનાં રાયબરેલી જીલ્લાનાં નરેન્દ્રપુર વિસ્તારનો યુવાન પ્રમોદકુમાર ઉ.વ. 28 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. ઘેરથી નીકળ્યા પછી તે વિવિધ રાજ્યોનાં શહેરો-ગામોમાં સતત રખડતો ભટકતો રહ્યો હતો. ઉપર આભ… નીચે ધરતી. ક્યાંક ખાવાનું નમળ્યું… તો ક્યાંક સૂવાનું નમળ્યું. ખૂબજ મુશ્કેલીઓનો સામનો કરતો રહ્યો. પરિવાજનો તેની સતત ચિંતા સેવી રહ્યા હતા. વર્ષોનાં વર્ષો વીતી […]
બેંક ઓફ ઇન્ડીયા ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવા ઠંડુ પાણી મળી રહે તેવા હેતુ સાથે પ્રવૃત્તિના એક ભાગરૂપે વોટર કુલર અર્પણ કરાયું હતું. બેંક ઓફ ઇન્ડીયાના રાજમન પ્રજાપતિ, ભવલીન સિંઘ, અવનીબેન મંગે, કાન્તીલાલ રાઠોડની ઉપસ્થિતિમાં આ વોટરકુલર અર્પણ કરાયું હતું.માનવજ્યોત દ્વારા બેંક ઓફ […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ શહેર ભાનુશાલીનગર પાછળ આવેલ રઘુવંશીનગર મધ્યે શ્રી રઘુવંશીનગર મહિલા મંડળનાં સહકારથી વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવેલ. આ પ્રસંગે કાર્યક્રમનું અધ્યક્ષપદ શ્રી ભરતભાઇ રાણાએ શોભાવ્યું હતું. પ્રારંભે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના પેરાલીગલ વોલીન્ટીર શ્રી પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ મહિલાઓ માટેના કાયદા અને સુરક્ષાની સમજ પૂરી પાડી […]
ભુજનાં એક વૃદ્ધ ઉંમર વર્ષ 80 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. ચોથા દિવસે પદ્ધર પોલીસ સ્ટેશને આ વૃદ્ધ વડીલ મળતાં મધ્ય રાત્રિએ તેમને માનવજ્યોત કાર્યાલયે પહોંચાડેલ. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ આ વૃદ્ધનુંઆશ્રય સ્થાન બન્યું. પાંચમાં દિવસે વૃદ્ધનાં પરિવારને શોધી કઢાયું. પરિવારજનોને વૃદ્ધ વડીલનો કબ્જો સોંપાતા પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી. અન્ય એક […]
- 1
- 2










