Monthly Archives: June 2026

ભુજ કબીર મંદિરના મહંતશ્રીએ શ્રી રામદેવ સેવાશ્રમમાં પહોંચી માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું

ભુજ સ્થિત કબીર મંદિર દ્વારા છેલ્લા 20 વર્ષથી દર પૂનમના દિવસે માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છ ખાતે રહેતા માનસિક દિવ્યાંગો તેમજ એકલા, અટુલા અને નિરાધાર વૃદ્ધ વડીલો માટે ટિફિન સેવાના ભાગરૂપે તૈયાર રસોઇ આપવામાં આવે છે. આ સેવાકીય પરંપરા વર્ષોથી અવિરત રીતે ચાલુ રહી છે. આ સેવાકીય કાર્યક્રમ અંતર્ગત કબીર મંદિરના મહંતશ્રી કિશોરદાસજી […]

૯૦ વર્ષના વડીલ અંજારથી ભુજ આવી માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું

આજના સમયમાં જ્યાં વધતી ઉંમરે લોકો ઘર સુધી મર્યાદિત થઈ જાય છે, ત્યાં અંજારના ૯૦ વર્ષીય રણછોડભાઈ હીરજીભાઈ વરૂએ માનવસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. માનવજ્યોત સંસ્થા ભુજની સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રેરાઈ તેઓ પોતાના પરિવાર સાથે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છ ખાતે પહોંચ્યા હતા. અહીં રહેતા માનસિક દિવ્યાંગ ભાઈ-બહેનોને તેમણે પોતાના હાથે પ્રેમપૂર્વક […]

શ્રી કચ્છી લાલ રામેશ્વર અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત અને શ્રી રામરોટી કેન્દ્ર-ભુજને અન્નદાન અર્પણ કરાયું

શ્રી કચ્છી લાલ રામેશ્વર આશ્રમ અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે, એકલા-અટુલા- નિરાધાર વૃદ્ધ વડીલોની ટીફીન સેવા માટે, બાળશ્રમયોગીઓ તથા રંક બાળકોનાં ભોજન માટે તથા ભૂખ્યાને ભોજન આપવા માટે દોઢલાખ રૂપિયાનું અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વર્ષોથી […]

જરૂરિયાતમંદ 125 મહિલાઓને નવી નકોર સાડીઓ અર્પણ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સમાજસેવાના જરૂરિયાતમંદ પરિવારોની સહાય માટે સતત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. તે જ અનુસંધાને દાતાશ્રી કીર્તિભાઈ વોરા (સમર્પણ સ્ટોર, ભુજ) ના ઉદાર સહયોગથી તેમજ રઘુવંશીનગર મહિલા મંડળ, ભુજ ના સાથ-સહકારથી રઘુવંશીનગર વિસ્તારમાં વસવાટ કરતી જરૂરિયાતમંદ મહિલાઓને નવી નકોર સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાનુશાલી નગર પાછળ આવેલા રઘુવંશીનગરના ભુંગા, ઝુંપડા અને […]

માનસિક દિવ્યાંગોએ પણ યોગાદિવસ ઉજવ્યો

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે વિશ્વ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગો એક સરખા ડ્રેસમાં સજ્જ થઇ ઉત્સાહપૂર્વક યોગા કર્યા હતા. આશ્રમના સામાજીક કાર્યકર રીતુબેન વર્માએ યોગા કરાવ્યા હતા. પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, કનૈયાલાલ અબોટી, પંકજ કુરવા, દેવેન્દ્ર જીવાણી સહિતનાં કાર્યકરોએ […]

શ્રી રામદેવ સેવાશ્રમ તથા વડીલોનો વિસામોને વિવિધ ઉપયોગી વસ્તુઓ અર્પણ

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છ તથા વડીલોનો વિસામો, પાલારા- કચ્છ ખાતે ક્રિશિવ ફાઉન્ડેશન ભુજ, પ્રેરણા મહિલા મંડળ ભુજ અને પિંગલેશ્વર પૂનમ ગ્રુપ દ્વારા વિવિધ ઉપયોગી વસ્તુઓનું દાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશ્રમમાં રહેતા વૃદ્ધ વડીલો અને માનસિક દિવ્યાંગોની સુવિધા માટે 40 ઠંડા પાણીના થર્મોસ, ગરમ પાણીની સેક માટેની થેલીઓ તેમજ દુઃખાવામાં […]

અધિક માસ અમાસ નિમિતે શ્રદ્ધાળુઓએમાનસિક દિવ્યાંગો અને વૃદ્ધોને સ્વહસ્તે ભોજન કરાવ્યું

અધિક માસના પવિત્ર અવસરે સેવાભાવના કાર્યોને પ્રાધાન્ય આપતાં અનેક શ્રદ્ધાળુઓ અને સેવાભાવીઓએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ તથા વડીલોનો વિસામો, પાલારા-કચ્છ ખાતે પહોંચી માનસિક દિવ્યાંગ ભાઈ-બહેનો તેમજ વૃદ્ધ વડીલોને સ્વહસ્તે ભોજન કરાવી અનોખી માનવસેવા અર્પણ કરી હતી. અધિક માસની સોમવતી અમાસ નિમિતે વિવિધ મહિલા મંડળો, ધાર્મિક સંસ્થાઓ, ટ્રસ્ટો અને સેવાભાવી ગ્રુપોના સભ્યો આશ્રમમાં […]

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતાં સેવાભાવીઓનું સન્માન

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજ સ્થિત માનવજ્યોત સંસ્થાના કાર્યાલયની મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે માનવજ્યોત સંસ્થાના પ્રમુખ શ્રી પ્રબોધ મુનવરને સાંસદશ્રી દ્વારા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સંસ્થા દ્વારા કરવામાં આવતા વિવિધ સેવાકીય કાર્યોને બિરદાવવામાં આવ્યા […]

૧૦૦ જરૂરિયાતમંદ પરિવારોને ઠંડા પાણીનાં માટલાંનું વિતરણ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરિયાતમંદ પરિવારોને પીવા ઠંડુ પાણી મળી રહે તેવા હેતુ સાથે માનવજ્યોત સંસ્થા દ્વારા ભુજ વિસ્તારના ભૂંગા-ઝુંપડામાં રહેતા ૧૦૦ પરિવારોને નળ સાથેના ઠંડા પાણીનાં માટલાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજ વિસ્તારમાં એવા અનેક પરિવારો વસવાટ કરે છે કે જેમના ઘરમાં ફ્રિઝ કે વોટર કુલરની સુવિધા ઉપલબ્ધ નથી. આવા પરિવારોને ઉનાળાની અસહ્ય ગરમીમાં રાહત […]

વીરમગામ પાસેથી રસ્તામાંથી મળી આવેલ માનસિક દિવ્યાંગને માનવજ્યોત ભુજ સુધી પહોંચજતો કરાયો

સેવાભાવીઓની સેવા અનેરી હોય છે અને આવી સેવા થકી રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને ફરી પાછું પોતાનું પરિવાર મળે છે ત્યારે પરિવારમાં ખુશી છવાઇ જાય છે. માધાપરનાં કિરણભાઇ મહેતા અમદાવાદથી ભુજ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં વીરમગામ પાસે બળબળતા તાપથી ગરમીનાં પરસેવાથી ભીંજાઇ ગયેલા અને તરસ્યો,ભૂખ્યો માનસિક દિવ્યાંગ યુવાન માર્ગ ઉપરથી […]