નારીશક્તિ મહિલા મંડળ માધાપર દ્વારા દરેક વાર-તહેવારોની ઉત્સાહ અને ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. શ્રાવણ માસ પ્રસંગે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી એમ.એલ.ભક્તા વડીલોનો વિસામો હોલ મધ્યે મંડળ દ્વારા તુષારીબેન વેકરીયાના માર્ગદર્શન હેઠળ રુદ્રી યોજાઇ હતી. જેમાં સેવાશ્રમનાં વૃદ્ધ વડીલો હોંશે હોંશે રાસ-ગરબામાં પણ જોડાયા હતા. ઉષાબેન મચ્છર તથા મુક્તાબેન કાનપરાએ રુદ્રીની ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ […]
Category Archives: Activities
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી શ્રી રામદેવ સેવાશ્રમ તથા વડીલોનો વિસામો પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગો અને વૃદ્ધ વડીલોની વચ્ચે કરવામાં આવી હતી. હાથમાં તિરંગો લઇ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગો તિરંગાયાત્રામાં જોડાઇ અને દેશભક્તિનાં ગીતો રજુ કર્યા હતા. પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, વિનેશભાઇ સાધુ, વેલજીભાઇ આહીર, રમેશભાઇ માહેશ્ર્વરી, સહેદવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, ભુપેન્દ્ર […]
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના જન્મદિન નિમિત્તે કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા માનવતાભર્યો સેવાકીય કાર્યક્રમ યોજી જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. માનવજ્યોત સંસ્થા, ભુજ સંચાલિત શ્રી. રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છ ખાતે રહેતા માનસિક દિવ્યાંગ ભાઈ-બહેનોને ભાવતું ભોજન કરાવી તેમના ચહેરા પર ખુશીની લાગણી લાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ […]
ભવનાથ સત્સંગ મંડળ ભાનુશાલીનગરનાં પચ્ચીસ બહેનોએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમની મુલાકાત લઇ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગોની વિવિધ પ્રકારે સેવાઓ કરી હતી. સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ધાર્મિક સત્સંગમાં જોડ્યા હતા. તેમજ ભાવતા ભોજન જમાડ્યા હતા. ભવનાથ સત્સંગ મંડળનાં ભાવનાબેન ચંદન, ગીતાબેન ઠક્કર, ચંદ્રીકાબેન ગોસ્વામી, જીગ્નાબેન દાવડા, હેમાબેન ઠક્કર સહિતનાં બહેનો સાથે જોડાયા હતા. માનવજ્યોત […]
સખી મહિલા મંડળ સુખપર દ્વારા મંડળનાં શ્રી વાલુબેન રાબડીયા તથા ધનુબેન મેપાણીની આગેવાની હેઠળ મંડળનાં બહેનોએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લીધી હતી. તેમજ માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. સખી મહિલા મંડળ સુખપરનાં પટેલ સમાજનાં બહેનોએ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને રાસ રમાડી અનેક પ્રકારે સેવાઓ કરી […]
માનવજ્યોત સંસ્થા ભુજના સતત માનવતાભર્યા પ્રયાસોના પરિણામે ઉત્તરપ્રદેશના બે ગુમ થયેલા માનસિક દિવ્યાંગો આખરે પોતાના પરિવારજનો સાથે પુનર્મિલન પામ્યા છે. લાંબા સમયથી વિખૂટા પડેલા સ્વજનો સાથેનું આ મિલન પરિવારો માટે ભાવુક અને આનંદદાયક ક્ષણ બની રહ્યું હતું. ઉત્તરપ્રદેશના કાનપુરના 51 વર્ષીય લાલધાની અને બનારસના 50 વર્ષીય શ્યામબાબુ ઘરેથી ગુમ થઈ જતાં તેમના પરિવારજનો લાંબા સમયથી […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ગુજરાતની મનોરોગીઓની વિવિધ સંસ્થાઓ સાથે સંકલન કરી ત્યાંની સંસ્થાઓનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને પોતાના રાજ્ય, શહેર, ગામ, પરિવાર સુધી પહોંચાડવાનું કાર્ય કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ગુજરાતની 12 સંસ્થાઓનાં 500 થી વધુ માનસિક દિવ્યાંગોને ભુજ લઇ આવી ભુજથી તેમને જુદા-જુદા રાજ્યોમાં તેમનાં ઘર, પરિવાર સુધી પહોંચતા કરાયા છે. વિરમગામની અપનાઘર સંસ્થાનાં 12 […]
બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના પીપરાળા ગામનો સંજયરામ માત્ર 15 વર્ષની ઉંમરે ઘરેથી ગુમ થઈ ગયો હતો. પરિવારજનોએ વર્ષો સુધી તેની સતત શોધખોળ કરી હતી, પરંતુ તેનો કોઈ અત્તોપત્તો મળ્યો નહોતો. દરમિયાન તે વિવિધ રાજ્યોના શહેરો અને ગામોમાં રખડતો-ભટકતો રહ્યો હતો અને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરતો રહ્યો હતો. પુત્રના વિયોગમાં પરિવાર સતત ચિંતામાં દિવસો પસાર કરતો રહ્યો […]
માનવજ્યોત સંસ્થા, ભુજ સંચાલિત શ્રી એલ. એમ. ભક્તા વડીલોનો વિસામો દ્વારા એક સદગૃહસ્થ દાતાશ્રીના સહયોગથી 60 વૃદ્ધવડીલો માટે પવિત્ર તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન વડીલોએ પુંઅરેશ્ર્વર, માતાનામઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, કટેશ્વર તથા કમલેશ્વર મહાદેવના પવિત્ર દર્શન કરી આધ્યાત્મિક શાંતિ અને પરમ આનંદની અનુભૂતિ કરી હતી. યાત્રાની શરૂઆત સંસ્થાના પૃથ્વીરાજસિંહના હસ્તે યાત્રા બસને લીલીઝંડી […]
માનવજ્યોત, ભુજ દ્વારા માનવતાનું વધુ એક હૃદયસ્પર્શી કાર્ય સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. અપનાઘર, વિરમગામ સંસ્થામાંથી 10 માનસિક દિવ્યાંગોને તેમના મૂળ ઘર અને પરિવાર સુધી પહોંચાડવાના હેતુથી ભુજ લાવવામાં આવ્યા હતા. તેમને માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છ ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ વિવિધ રાજ્યોની પોલીસના સહયોગથી માત્ર દસ […]










