માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છ તથા વડીલોનો વિસામો, પાલારા- કચ્છ ખાતે ક્રિશિવ ફાઉન્ડેશન ભુજ, પ્રેરણા મહિલા મંડળ ભુજ અને પિંગલેશ્વર પૂનમ ગ્રુપ દ્વારા વિવિધ ઉપયોગી વસ્તુઓનું દાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આશ્રમમાં રહેતા વૃદ્ધ વડીલો અને માનસિક દિવ્યાંગોની સુવિધા માટે 40 ઠંડા પાણીના થર્મોસ, ગરમ પાણીની સેક માટેની થેલીઓ તેમજ દુઃખાવામાં રાહત આપતા તેલના પેકેટો અર્પણ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ ત્રણેય સંસ્થાઓ અને મંડળો સમયાંતરે આશ્રમની મુલાકાત લઈ સેવા કાર્યોમાં સહભાગી બને છે તેમજ જરૂરિયાતમંદ વડીલો અને માનસિક દિવ્યાંગોની વિવિધ જરૂરિયાતો પૂરી કરવામાં સતત સહયોગ આપે છે.
આ પ્રસંગે માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા અને આનંદ રાયસોની દ્વારા નયાબેન ગોસ્વામી, વંદનાબેન ભાવસાર તેમજ ક્રિશિવ ફાઉન્ડેશન, પ્રેરણા મહિલા મંડળ અને પિંગલેશ્વર પૂનમ ગ્રુપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

