બેંક ઓફ ઇન્ડીયા ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવા ઠંડુ પાણી મળી રહે તેવા હેતુ સાથે પ્રવૃત્તિના એક ભાગરૂપે વોટર કુલર અર્પણ કરાયું હતું.
બેંક ઓફ ઇન્ડીયાના રાજમન પ્રજાપતિ, ભવલીન સિંઘ, અવનીબેન મંગે, કાન્તીલાલ રાઠોડની ઉપસ્થિતિમાં આ વોટરકુલર અર્પણ કરાયું હતું.માનવજ્યોત દ્વારા બેંક ઓફ ઇન્ડીયાના પદાધિકારીઓનું બહુમાન કરવામાં આવેલ.
માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રીતુબેન વર્માએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

