નામદાર મહારાઓશ્રી પ્રાગમલજી ત્રીજાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનસિક દિવ્યાંગો, એકલા-અટુલા-નિરાધાર વૃદ્ધો, રંક બાળકોને ભોજન કરાવવામાં આવેલ.
પક્ષીઓને ચણ, શ્ર્વાનોને રોટલા, ગાય માતાઓને ઘાસચારો, માછલીઓને લોટ, કીડીઓને કીડીયારું અર્પણ કરી જીવદયાનાં કાર્યો કરવામાં આવેલ.
મહારાઓશ્રી પ્રાગમલજી ત્રીજાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, રવિન્દ્રભાઇ સંઘવી, જીતેન્દ્રભાઇ ધારશીં શાહ, પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા દ્વારા સેવાકાર્યો કરાયા હતા.

