માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા નૂતન વર્ષે મજૂરી મુક્ત 30 બાળકોને દાતાશ્રી જીગ્નેશભાઇ ગજ્જર બેરીનનાં સહયોગથી ભુજની બે જુદી-જુદી હોટેલોમાં દિવાળી અને નૂતન વર્ષે ભાવતાં ભોજનીયાં જમાડાયા હતા.
ભૂંગા-ઝુંપડાઓમાં રહેતા બાળકોની ઇચ્છા અનુસાર તેમને ભાવતું ભોજન જમાડવામાં આવતાં બાળકોએ ખુશી વ્યક્ત કરી દાતાશ્રી પરિવારને અંતરનાં આશિર્વાદ પાઠવ્યા હતા.
માનવજ્યોત સંસ્થા દ્વારા બાળકો-બાળાઓને નવા ડ્રેસ તથા ટુવાલ અર્પણ કરાયા હતા. વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, ઇરફાન લાખા, આદિત્ય યોગી, રસીક જોગી, આરતી જોષીએ સંભાળી હતી.

