Monthly Archives: August 2026

માનસિક દિવ્યાંગો તિરંગા યાત્રામાં જોડાઇ દેશભક્તિનાં ગીતો રજુ કર્યા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણી શ્રી રામદેવ સેવાશ્રમ તથા વડીલોનો વિસામો પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગો અને વૃદ્ધ વડીલોની વચ્ચે કરવામાં આવી હતી. હાથમાં તિરંગો લઇ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગો તિરંગાયાત્રામાં જોડાઇ અને દેશભક્તિનાં ગીતો રજુ કર્યા હતા. પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, વિનેશભાઇ સાધુ, વેલજીભાઇ આહીર, રમેશભાઇ માહેશ્ર્વરી, સહેદવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, ભુપેન્દ્ર […]

જગદીશભાઈ વિશ્વકર્માજીના જન્મદિને માનસિક દિવ્યાંગો સાથે અનોખી રીતે ઉજવણી

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના જન્મદિન નિમિત્તે કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા માનવતાભર્યો સેવાકીય કાર્યક્રમ યોજી જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. માનવજ્યોત સંસ્થા, ભુજ સંચાલિત શ્રી. રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છ ખાતે રહેતા માનસિક દિવ્યાંગ ભાઈ-બહેનોને ભાવતું ભોજન કરાવી તેમના ચહેરા પર ખુશીની લાગણી લાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ […]

ભવનાથ સત્સંગ મંડળનાં બહેનોએમાનસિક દિવ્યાંગોની અનેરી સેવા કરી

ભવનાથ સત્સંગ મંડળ ભાનુશાલીનગરનાં પચ્ચીસ બહેનોએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમની મુલાકાત લઇ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગોની વિવિધ પ્રકારે સેવાઓ કરી હતી. સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને ધાર્મિક સત્સંગમાં જોડ્યા હતા. તેમજ ભાવતા ભોજન જમાડ્યા હતા. ભવનાથ સત્સંગ મંડળનાં ભાવનાબેન ચંદન, ગીતાબેન ઠક્કર, ચંદ્રીકાબેન ગોસ્વામી, જીગ્નાબેન દાવડા, હેમાબેન ઠક્કર સહિતનાં બહેનો સાથે જોડાયા હતા. માનવજ્યોત […]

સુખપરનાં મહિલા મંડળ દ્વારામાનસિક દિવ્યાંગોની વિવિધ પ્રકારે સેવા કરાઇ

સખી મહિલા મંડળ સુખપર દ્વારા મંડળનાં શ્રી વાલુબેન રાબડીયા તથા ધનુબેન મેપાણીની આગેવાની હેઠળ મંડળનાં બહેનોએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લીધી હતી. તેમજ માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. સખી મહિલા મંડળ સુખપરનાં પટેલ સમાજનાં બહેનોએ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને રાસ રમાડી અનેક પ્રકારે સેવાઓ કરી […]