માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે મહિલાઓને સાડીઓ, બાળકોને નવા કપડા તથા પગરખા તેમજ જરૂરતમંદ લોકોને વસ્ત્રોનું વિતરણ કરવામાં આવેલ.
છેલ્લા આઠ દિવસથી ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં ભૂંગા, ઝુંપડાઓમાં રહેતા તથા જરૂરતમંદ લોકોને વિવિધ વસ્તુઓનું વિતરણ માનવજ્યોત દ્વારા કરવામાં આવી રહેલ છે. ભુજની ચારે દિશામાં નાના ભૂલકાઓને નવા વસ્ત્રો પહેરાવવામાં આવેલ.
ગરીબ લોકો પણ દિપાલીપર્વ મનાવી શકે અને ઉજવણીમાં જોડાઇ શકે તેવા હેતુ સાથે માનવજ્યોત દ્વારા આ વર્ષે બાળાઓને ઇમીટેશન, શણગારની વસ્તુઓ પણ અર્પણ કરવામાં આવેલ. ગરીબોનાં ચહેરા ઉપર ખુશી જોવા મળી.
જ્યાં જ્યાં ભૂંગા, ઝુંપડા છે ત્યાં માનવજ્યોત સંસ્થા પહોંચી હતી. ચકાર કોટડા, સુમરાવાંઢ, કોલીવાસ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જરૂરતમંદ લોકોને સામગ્રી પહોંચાડાંતાં પરિવારો પણ દિવાળીની ઉજવણીમાં જોડાયા હતા.
વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, ફકીરમામદ ચાકી, આનંદ રાયસોની, વિનેશભાઇ સાધુ, વેલજીભાઇ આહિર, કાન્તીલાલ પોમલ, દામજીભાઇ ચૌહાણ, પ્રતાપ ઠક્કર, રાજુભાઇ જોગી, આરતી જોષીએ સંભાળેલ.

