કોડાયની ગુમ વૃદ્ધ મહિલાને ઘર-પરિવાર શોધી અપાયા

માંડવી શહેરનાં સોસાયટી વિસ્તારમાંથી એક અજાણી વૃદ્ધા મળી આવતાં રહેવાસીઓએ પોલીસને જાણ કરી હતી. વૃદ્ધ મહિલા કાંઇપણ બોલતી નહોવાથી પોલીસ દ્વારા તેને આશ્રય સ્થાન માટે માનવતાની દ્રષ્ટિએ રાત્રે માનવજ્યોત કાર્યાલય ભુજ મધ્યે પહોંચાડી હતી. માનવજ્યોતે આ વૃદ્ધાની સારી સરભરા કરી હતી.

વોટસઅપ ગ્રુપમાં આ મહિલા ગુમ થયા હોવાનાં મેસેજ ફરતા જોઇ માનવજ્યોત સંસ્થાએ મોબાઇલ નંબરનો સંપર્ક કરી મુસ્લિમ વૃદ્ધ મહિલા સેવાશ્રમમાં હોવાના સમાચાર તેના કોડાય સુલતાનનગરમાં રહેતા પરિવારજનોને આપતાં પરિવારજનો તાબડતોબ ભુજ પહોંચી આ વૃદ્ધ મહિલાનો કબ્જો લઇ ખુશી વ્યક્ત કરી હતી. સંસ્થાનો આભાર માન્યો હતો.

માનવતાનાં આ કાર્યમાં પ્રબોધ મુનવર, રફીક બાવા, સાલેમામદ સોતા, રીતુબેન વર્મા સહભાગી બન્યા હતા.