મધ્યપ્રદેશ ગ્વાલિયર જીલ્લાની એક મહિલા ઉ.વ. 30 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત ચિંતા સેવી હતી. તે અનેક રાજ્યોનાં શહેરો, ગામડાઓમાં રખડતી-ભટકતી રહી હતી. આખરે તે રેલ્વે માર્ગે ભુજ પહોંચી હતી.
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરને મળી આવતા તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય સ્થાન આપવામાં આવ્યો. ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલમાં તેની સારવાર કરાવતાં તે સ્વસ્થ બની હતી. તેની પાસેથી મળેલી માહિતીના આધારે સેવાશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ તેનાં ઘર, પરિવાર શોધી કાઢતાં તેના માતા-પિતા તેનો કબ્જો લેવા ભુજ આવી પહોંચ્યા હતા.
10 વર્ષ બાદ મહિલાનું માતા-પિતા સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સૌની આંખો અશ્રુભીની બની હતી.
માતા,પિતા, દીકરી દળ-દળ આંસુએ રડી પડ્યા હતા. વિયોગ અને હર્ષનાં આંસુ રોકી શક્યા ન હતા. મહિલાનાં માતા-પિતાનાં જણાવ્યા મુજબ આ દીકરીને બે બાળકો છે. એક બાળક 12 વર્ષનો એક દીકરી 14 વર્ષની છે. બંને સંતાનો માતા ઘરે આવશે તેની રાહ જોઇ બેઠા છે. માતાએ ઘર મૂકયું ત્યારે બંને બે-ચાર વર્ષની ઉંમરનાં હતા. કોણ હતી તેની માતા એ સંતોનોને ખ્યાલજ નથી. આખરે મહિલા 40 વર્ષની થઇ દશ વર્ષ પછી તેનાં પરિવાર સુધી પહોંચી છે.
માનવતાનાં આ કાર્યમાં પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, દિપેશ શાહ, કનૈયાલાલ અબોટી, રફીક બાવા સહભાગી બન્યા હતા.

