માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ તથા શ્રી એમ.એલ.ભક્તા વડીલોનો વિસામો પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધોની સંપૂર્ણ શાસ્ત્રોક્તવિધિ કરાવવામાં આવશે. માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને તથા એકલા અટુલા નિરાધાર વૃદ્ધ વડીલોને ભોજન કરાવવાથી પુન્યનું ભાથું બંધાતું હોઈ લોકો શ્રાદ્ધો નિમિત્તે આવા લોકોને ભોજન કરાવવાના કાર્યને શ્રેષ્ઠ કાર્ય ગણે છે. શ્રાદ્ધો નિમિત્તે માનવજ્યોત દ્વારા દરરોજ એકલા-અટુલા-નિરાધાર 117 વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવશે. રંક બાળકો તથા શ્રમજીવીકોને ભોજન કરાવાશે.
સંસ્થા દ્વારા દરરોજ ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, માછલીઓને લોટ નિયમિત નાખી કિડીયારો પણ પૂરવામાં આવશે. શ્રાદ્ધો નિમિત્તે સતત 14 દિવસ સુધી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ, શ્રી એમ.એલ.ભક્તા વડીલોનો વિસામો પાલારા-કચ્છ મધ્યે જાણીતા વિધિકાર શ્રી દિપકમારાજ નારાયણ સરોવર વાળા શ્રાદ્ધોની સંપૂર્ણ શાસ્ત્રોક્તવિધિ કરાવશે. શ્રાદ્ધો પ્રસંગે ભુજના વિવિધ મહિલા મંડળો તથા પરિવારો પણ આશ્રમે પધારી શ્રદ્ધોની વિધિમાં જોડાઇ પિતૃઓને પાણી અર્પણ કરશે.
શ્રાદ્ધો પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ પોતાના હાથે કરવા તથા પુણ્યનાં કાર્યો કરવા ઇચ્છતા પરિવારો તથા દાતાશ્રીઓ અને મંડળોએ માનવજ્યોત સંસ્થા ભુજ ફોન : ૨૨૪૦૦૦ અથવા મો. ૯૯૧૩૦ ૨૯૮૦૦ સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

