રઘુવંશી મહિલા મંડળ પ્રમુખ સ્વામિનગર ભુજ આયોજિત કાર્યક્રમમાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોનીના વરદ્ હસ્તે ચકલીઘર, કુંડા, માસ્ક, શમશનીવટી આયુર્વેદીક ગોળીઓ તથા કપૂર-લવીંગ, અજમા મિશ્ર પડીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. શ્રી કલ્પનાબેન ચોથાણીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
કલ્પનાબેન, નિશાબેન, શારદાબેન, ઉર્વશીબેન, વંદનાબેન, વિજયાબેન, જયશ્રીબેન, કુંતલબેન, રશ્મિબેન, માધવીબેન, યામીનીબેન, કોમલબેન, રેણુકાબેન, આશાબેન તથા મંડળનાં બહેનોની ઉપસ્થિતિમાં રઘુવંશી મહિલા મંડળપ્રમુખ સ્વામિનગર ભુજ દ્વારા દરેકને બાજોટ અર્પણ કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન કલ્પાબેન ચોથાણીએ આભાર દર્શન નીશાબેન ઠક્કરે કરેલ.

