Category Archives: Activities

૨૦ માતસિક દિવ્યાંગો સ્વસ્થ બતતાં કર્યું ઘર તરફ પ્રયાણ ૧૧ રાજ્યમાં પોતાના ઘર સુધી પહોંચશે

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી ૧૬ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજનાં ૪ મળી ૨૦ માનસિક દિવ્યાંગોએ સ્વસ્થ બની ઘર તરફ પ્રયાણ કર્યું હતું. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સચિવ અને જયુડિશિયલ મેજીસ્ટ્રેટ શ્રી બી.એન. પટેલ સાહેબે, જયારે […]

વરાડીયા કોઠારા માર્ગ માંથી મળેલ યુવાન બે વર્ષે ઘરે પહોંચ્યો

માતા-પિતા વિહોણું સંતાન અને નાની પાસે રહેતો હિંમતનગરનો ૨૪ વર્ષીય યુવાન રાજેશ કાનાભાઇ પરમાર ગુમ થતાં તેનાં ૭૦ વર્ષીય નાની તેની સતત શોધ ચલાવી રહ્યા હતા. માતા-પિતાનું અવસાન થતાં પુત્ર રાજેશ બચપણમાંજ માતા-પિતાનો પ્રેમ ગુમાવ્યો હતો. અને નાનીએ તેને ઉછેરીને મોટો કર્યો હતો. હિંમતનગરનાં બસ સ્ટેશનથી ૧ કિ.મી. નાં અંતરે પતરાવાળા મકાનમાં રહેતો આ પરિવાર […]

મણીનગર શ્રી સ્વામિતારાયણ ગાદી સંસ્થાન દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજતે નવું વાહન અર્પણ કરાયું

ભોજન સમારંભો, ધાર્મિક-સામાજિક પ્રસંગો તથા પ્રસંગોપાત વધી પડેલો મહાપ્રસાદ કે ભોજન ગરીબોનાં ઝુંપડે પહોંચાડતી માનવજ્યોત સંસ્થા ભુજને મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનાં આચાર્ય શ્રી જીતેન્દ્રીયપ્રિયદાસજીની પ્રેરણાથી દાતાશ્રી રાજેન્દ્રભાઇ ઘનશ્યામભાઇ માવજી વાગજીયાણી (ટપરીયા) પરિવાર કેરા-કચ્છ (મોમ્બાસા-કેન્યા) દ્વારા નવું છોટા હાથી વાહન અર્પણ કરાયું હતું. વાહનની ચાવી પૂ. આચાર્ય શ્રી જીતેન્દ્રીયપ્રિયદાસજીનાં વરદ્ હસ્તે માનવજ્યોત સંસ્થા ભુજને અર્પણ […]

માનવજ્યોત સંસ્થા ભુજનાં કુંડા-ચકલીઘરો ઠેર-ઠેર લટકતા જોવા મળે છે જીવદયાનું કાર્ય શહેરો ગામોમાં પહોંચ્યું છે.

સખત ગરમી અને બળબળતા તાપ વચ્ચે લોકો અબોલા પશુ-પક્ષીઓની સેવા કરતા જોવા મળી રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસ્યા પશુ-પક્ષીઓને પીવા પાણી મળે એ માટે જાગૃત નાગરિકો અને જીવદયા પ્રેમીઓ ઠેર-ઠેર જીવદયાનું કાર્ય કરતા જોવા મળી રહ્યા છે. લખપત,અબડાસા, નખત્રાણા ત્રણે તાલુકાઓનાં ઘણા ગામોમાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કુંડા-ચકલીઘરો લટકાવવામાં આવ્યા છે. લોકોએ વૃક્ષો ઉપર […]

માનવજ્યોત દ્વારા એ.કે. જાડેજા સાહેબને અંજલિ અપાઇ

કચ્છના પૂર્વ આઇ.જી. શ્રી એ.કે. જાડેજા સાહેબનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ. જયારે તેઓશ્રી ભુજમાં આઇ.જી. તરીકે હતા ત્યારે માનવજ્યોત સંસ્થાની માનવસેવા,જીવદયા પ્રવૃત્તિઓમાં ઉંડો રસ લીધો હતો. પોતાના નિવાસ સ્થાને ચકલીઘરો-કુંડાઓ લટકાવી લોકોને જીવદયાનું કાર્ય કરવા પ્રેરણા આપી હતી. સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ […]

વિશ્વ કામદાર દિવસે ૫૦૦ શ્રમજીવીકોનાં ઘરે જઇ ભોજન જમાડાયું

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ તથા વિશ્વ કામદાર દિવસની ઉજવણીનાં ભાગરૂપે આશ્રમનાં માનસિક દિવ્યાંગોને, એકલા-અટુલા નિરાધાર વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા મિષ્ટાન -ફરસાણ સાથેનું ભોજન જમાડવામાં આવેલ. ગાયોને ઘાસચારો પણ નાખવામાં આવેલ. શ્રમજીવીક વિસ્તારોમાં બરફ-જીરાવાળી ઠંડી છાસનું વિતરણ કરવામાં આવેલ. […]

ગુજરાત સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરાઇ ભુજ-ગાંધીધામ રેલ્વે સ્ટેશનોએ દિવ્યાંગો-વૃદ્ધ વડીલો માટે નવી વ્હીલચેરો મુકાઈ

ગુજરાત સ્થાપના દિવસ તથા વિશ્વ કામદાર દિવસ નિમિત્તે શ્રીમતી મંજુલાબેન મહેન્દ્રભાઇ સંગોઇ ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઇ તથા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા દિવ્યાંગો અને વૃદ્ધ વડીલો માટે ભુજ અને ગાંધીધામ રેલ્વે સ્ટેશને ઉચ્ચતમ કવોલીટીની રૂપિયા પચ્ચીસ-પચ્ચીસ હજારનાં ખર્ચે બે-બે વ્હીલચેરો મુકવામાં આવી છે. અર્પણ વિધિ પ્રસંગે ભુજ રેલ્વે સ્ટેશન મેનેજર શ્રી કે.કે. […]

નારાણપરમાં ૫૦૦ ચકલીઘર વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સંસ્થાના અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ એક સગૃહસ્થ દાતાશ્રીના સહયોગથી નારાણપર ગામે રાધેકૃષ્ણ મંદિર ચોકમાં ૫૦૦ ચકલીઘરોનું નિઃશુલ્કવિતરણ કરવામાં આવેલ. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન શ્રી ગોવિંદભાઇ રામજી ભુડીયાએ જયારે અતિથિવિશેષ પદ અમૃતબેન ભુડિયા,જશુબેન પીંડોરીયા, લીલાબેન સેંઘાણી, મનજીભાઇ સેંઘાણી, નીતાબેન ભુડિયાએ શોભાવ્યું હતું. સંસ્થાના શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાએ માનવજ્યોતની કચ્છમાં […]

શ્રી તારાચંદભાઇ છેડાનાં અવસાનથી માનવજ્યોતે સાચા રાહબર ગુમાવ્યા

માનવજ્યોત સંસ્થા ભુજનાં માર્ગદર્શક અને રાહબર શ્રી તારાચંદભાઇ છેડાનું અવસાન થતાં સંસ્થા દ્વારા તેઓશ્રીનાં સેવાકાર્યોને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ. માનસિક દિવ્યાંગોનાં શ્રી રામદેવ સેવાશ્રમ પાલારાના નિર્માણ કાર્ય અને માનવજ્યોતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં એમનું હરહંમેશ ઉપયોગી માર્ગદર્શન મળી રહેતું. તેઓનાં અવસાનથી સંસ્થાને નપૂરાય તેવી ખોટ પડી છે. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, ૨મેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, […]

માટીનાં કુંડા-ચકલીઘરોની વધતી જતી ડીમાન્ડ કચ્છનાં અનેક ગામો શહેરોમાં જીવદયાનું થઇ રહેલું કાર્ય

સખત ગરમી અને બળબળતા તાપમાં અબોલા જીવોને પીવા પાણી મળે તેવું જીવદયાનું અતિ ઉત્તમ કાર્ય કરવા અનેક સંસ્થાઓ ભુજની માનવજ્યોત સંસ્થા સાથે જોડાઇ કચ્છભરમાં જીવદયાનું કાર્ય આગળ ધપાવી રહેલ છે. તરસ્યા પક્ષીઓને તથા ગાય માતાઓ, શ્વાનોને પીવા પાણી મળે એ માટે અનેક સંસ્થાઓ કાર્ય કરી રહેલ છે. શ્રી મા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ -નરા, સીતારામ ફ્રેન્ડસ […]