હરિયાણાનાં રોતક જીલ્લાનાં ગંધારા ગામનો ૫૦ વર્ષિય સુભાષ ઘરેથી ખેતરે જાઉં છું તેવું કહીને નીકળેલો. ત્યાર પછી તે ટ્રેન મારફતે જુદા-જુદા રાજ્યોમાં સતત ચાર વર્ષ સુધી રખડતો-ભટકતો રહ્યો હતો. પિરવારજનો તેને શોધવા પાછળ છ લાખ ખર્ચી નાખ્યા. ઘરે તેની પત્ની અને પુત્રો રાહ જોતા રહ્યા હતા. ભુજ રેલ્વે સ્ટેશન બહારથી માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક […]
Category Archives: Activities
ભાઇ-બહેનનાં પવિત્રપ્રેમનાં પર્વ રક્ષાબંધનની માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે ઉજવણી કરવામાં આવી હતી. સેવાશ્રમના માનસિક દિવ્યાંગોનાં કાંઠે રક્ષાબાંધવા હિન્દુ-મુસ્લિમ સમાજની બહેનો ઢોલ શરણાઇ સાથે વાજતે ગાજતે આવી પહોચી હતી. કાર્યક્રમનું અતિથિવિશેષ પદ કેરાના જયંતીભાઇ પટેલ,રમેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, નીતિન ઠક્કરે શોભાવ્યું હતું. કાર્યક્રમનાં માર્ગદર્શક અને સીનીયર પેરાલીગલ વોલીન્ટીયર શ્રી […]
બેંક ઓફ બરોડા ક્ષેત્રિય કાર્યાલય ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છને સ્ટીલનાં થાળી-વાટકા-ગ્લાસ-ચમચીનાં ૨૫ સેટ અર્પણ કરાયા હતા. બેંક ઓફ બરોડા ક્ષેત્રિય કાર્યાલય ભુજ દ્વારા માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથેનું ભોજન કરાવાયું હતું. આ પ્રસંગે ક્ષેત્રિય પ્રબંધક શ્રી બી.એલ. મીના, એચ.આર.એમ. ચીફ મેનેજર શ્રી જલરામ સોલંકી, ડીસ્ટ્રીકટ મેનેજર શ્રી દાસ, ભુજ મેઇન […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૯ વર્ષથી ભુજમાં એકલા-અટુલા -નિરાધાર ૧૦૩ વૃદ્ધ વડીલોનાં ઘર સુધી પહોંચી જઇ ટીફીન દ્વારા ભોજન પહોંચાડાય છે. વૃદ્ધ વડીલો ઘેર બેઠા ભોજન જમી રહ્યા છે. આ કાર્યની શરૂઆત ભુજનાં કબીર મંદિર સ્થળેથી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દાદર તથા મહાવીર-કબીર-સાંઇ સત્સંગ મંડળનાં સહયોગથી કરવામાં આવેલ. ૭૦ ની વટ વટાવી ચૂકેલા, ઘરે એકલા […]
સ્વ. શશીકાન્ત ચુનીલાલ ભટ્ટ ભુજનાં સ્મણાર્થે તેમનાં પરિવારજનો હસ્તે સરલાબેન ભટ્ટ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને જરૂરી સીકબેક વસ્તુઓ પલંગ, એરબેડ, કોમ્બેડચેર વિગેરે અર્પણ કરાઇ હતી. સંસ્થા વતી પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિલીપ સાયલાએ વસ્તુઓ સ્વીકારી દાતા પરિવારનો આભાર માન્યો હતો.
ભુજ અને સમગ્ર કચ્છમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને દાતાશ્રી રમેશચંદ્ર માધવજી ગોર દેવલાલી તારા રૂા. ૨૫ હજારનું અનુદાન અપાયું હતું. તેમજ એન્કરવાલા અહિંસાધામ પ્રાગપરને રૂા ૨૫હારનું અનુદાન અપાયું હતું. માનવજ્યોત દ્વારા પ્રબોધ મુનવર, આનંદ રાયસોનીએ તેમજ ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર પ્રાગપર દ્વારા ગીરીશભાઇ નાગડાએ દાતાશ્રી પરિવારનો આભાર માન્યો હતો.
મહારાષ્ટ્રનાં જાલના અને સતારા શહેરોની બે અલગ-અલગ મહિલાઓ અનેક રાજ્યોમાંથી થઇ રેલ્વે મારફતે ભુજ પહોંચી હતી. માનવજ્યોત સંસ્થાને ભુજ વિસ્તારમાંથી મળી આવતાં તેમને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા -કચ્છ મધ્યે રાખી સારવાર આપવામાં આવતાં તેઓ ૧૫ દિવસમાં સ્વસ્થ બની હતી. સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કરી તેનાં પતિદેવોને શોધી […]
ભુજ અને સમગ્ર કચ્છમાં માનવસેવા-જીવદયા-પર્યાવરણ અને વ્યસન મુક્તિ અભિયાન જેવી પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને માતુશ્રી હીરાબેન ડુંગરશી મોમાયા તથા પિતાશ્રી ડુંગરશી વિશનજી મોમાયા ગામ શાયરા-આદિપુર – ભુજનાં આત્મશ્રેયાર્થે માનવસેવા કાર્ય માટે પ્રિતીબેન ડુંગરશી મોમાયા ભુજ દ્વારા રૂા. ૧,૫૧,૧૧૧ એક લાખ એકાવન હજાર એકસો અગિયારનો ચેક અર્પણ કરાયો હતો. સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર તથા આનંદ […]
રાજ્યનાં પૂર્વ મંત્રી, અનશનવ્રત ધારી અને માનવજ્યોત સંસ્થાના માર્ગદર્શક સ્વ. તારાચંદભાઇ છેડાનાં ૭૨ માં જન્મદિન નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છનાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથે ભોજન કરાવાયું હતું. અને સ્વર્ગસ્થની સેવાઓને બિરદાવી તેઓને અંજલિ આપવામાં આવી હતી. સંસ્થાના પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, રમેશભાઇ માહેશ્વરી, શંભુભાઇ જોષી, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ […]
ભુજ શહેરનાં વાલ્મીકીનગરમાં રહેતા ગોસ્વામી દિવ્યાંગ દંપતિનાં ઘરમાં આગ લાગતાં સંપૂર્ણ ઘરવખરી બળીને રાખ થતાં ભુજની માનવજ્યોત સંસ્થા પરિવારનાં વહારે આવી હતી. પાથરવા-ઓઢવાનાં સાધનો, વાસણ, પહેરવાનાં કપડા, અનાજ, રાશન, તાલપત્રી તથા અન્ય ઘરવખરી માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર, રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, હિતેશ ગોસ્વામીએ તેમના ઘર સુધી પહોંચાડી હતી.










