Category Archives: Activities

માધાપર ઉપસરપંચે જન્મદિનની કરી અનોખી ઉજવણી

માધાપર નવાવાસ ઉપસરપંચ શ્રી અરજણભાઇ દેવજી ભુડીયાએ પોતાનાં જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગો વચ્ચે જન્મદિન ઉજવ્યો હતો. માનસિક દિવ્યાંગોને મિષ્ટાન-ફરસાણ સાથેનાં ભાવતાં ભોજનીયા તેઓશ્રી દ્વારા જમાડવામાં આવેલ અને સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ. આશ્રમના માનસિક દિવ્યાંગે તેઓને મીઠું મોઢું કરાવેલ. માનવજ્યોત સંસ્થા દ્વારા પ્રબોધ […]

અયોધ્યાનો ગુમ યુવાન ૪ વર્ષે પછી ઘરે પહોંચ્યો. પરિવાર તેને તેડવા ભુજ આવી પહોંચ્યો

ઉત્તરપ્રદેશનાં ગોંડા જીલ્લાનાં અયોધ્યાનો ૨૮ વર્ષિય યુવાન રાજકુમાર ગુમ થયો હતો. જેને શોધવા પરિવારજનોએ રાત દિવસ મહેનત કરી હતી. છ વર્ષ પહેલાં જ તેનાં લગ્ન થયા હતા. પત્ની પતિ ઘરે આવવાની ર જોઇ બેઠી હતી. લાંબા સમયની મુશ્કેલીઓનો અંત આવ્યો. અનેક રાજયોમાંથી થઇ તે અચાનક રેલ્વે મારફતે ભુજ પહોંચ્યો હતો. અને મીરઝાપર પાસેથી સીનીયર પેરાલીગલ […]

સ્વ. વાસુદેવભાઇ ઠક્કરને ૧૩મી પુણ્યતિથિએ અંજલિ અપાઇ

શ્રેષ્ઠીવર્ય, અને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં ભૂમિદાતા શેઠ શ્રી વાસુદેવભાઇ રામદાસ ઠક્કરની તેરમી પુણ્યતિથિએ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેઓશ્રીનાં સેવાકાર્યોને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, કરશનભાઇ ભાનુશાલી, અરવિંદભાઇ ઠક્કર, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, મુરજીભાઇ ઠક્કરે ભાવાંજલિ […]

માનવજ્યોત દ્વારા શ્રાદ્ધની ઉજવણીનો આરંભ કરાયો

શાસ્ત્રોમાં શ્રાદ્ધનું પણ અતિ મહત્વ રહેલું છે. પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ નાં માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા જમાડવામાં આવેલ. પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે આશ્રમ સ્થળે શ્રદ્ધાળુ ભક્તોની ઉપસ્થિતિમાં શ્રાદ્ધની શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવેલ. નારાયણસરોવરનાં પ્રખ્યાત મારાજ તથા શેડાતા મહાદેવ મંદિરનાં પુજારી શ્રી દિપક મારાજે મંત્રોચ્ચાર સાથે શ્રાદ્ધની […]

શ્રાદ્ધ તિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને તેમનાં આશ્રય સ્થાને જઇ ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઇ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૦ વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવશે. કૈંક […]

સંસ્થાને અનુદાન અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજને એક સગૃહસ્થ દાતાશ્રી હસ્તે નવચેતન ભગવાન મહાવીર માનવકલ્યાણ કેન્દ્ર રૂ. ૨૫૦૦૦ નું અનુદાન અપાયું હતું. ભુજ અને કચ્છભરમાં માનવજ્યોત સંસ્થા દ્વારા ૪૯ જેટલી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ પ્રસંગે વી.જી.મહેતા, હિરેન દોશી, નવિનભાઇ પુજ, ચિંતનભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. ભુજ તરફથી સંસ્થા દ્વારા શ્રી પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોનીએ અનુદાન સ્વીકારી […]

માતા-પુત્રનું ૩ વર્ષે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા

ઉત્તરપ્રદેશનાં અલ્લાહબાદ જીલ્લાનાં ભૈયા ગામનો યુવાન જાનચંદ્ર દયાશંકર ઉ.વ. ૨૦ છેલ્લા ૩ વર્ષથી ગુમ થયો હતો. પરિવારજનો એ તેની સતત શોધ ચલાવી હતી. આખરે તે રખડતો ભટકતો રેલ્વે મારફતે ભુજ આવી પહોંચ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરને મળી આવતાં તેને માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે […]

ઓરિસ્સાનો યુવાન ૧૨ વર્ષ પછી ઘરે પહોંચ્યો પરિવારજનો તેને તેડવા તાબડતોબ ભુજ પહોંચ્યા પત્નિ-બાળકો સાથે થયું ફેર મિલન

ઓરિસ્સા રાજ્યનાં બોઉધ જિલ્લાનાં કુરનાપલ્લી ગામનાં ૩૩ વર્ષિય યુવાન જગત દત્તા ૧૨ વર્ષ પહેલા અચાનક ગુમ થયો હતો. પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી અને તેને શોધવા પાછળ ૪ લાખ ખર્ચો કરી નાખ્યો પણ તેની કોઇ ભાળ નમળતાં પરિવારજનો ખૂબ નિરાશ થયા હતા. પત્ની-બે બાળકો અને બે દિકરી ધરાવતા પિતાને શોધવા પરિવારજનોએ રાત-દિવસ એક કર્યા […]

પરિવારની ગુમ વ્યક્તિને તેડવા પરિવારજનો વિમાન માર્ગે પહોંચ્યા સુખી-સંપન્ન પરિવારનાં યુવાનનું બે વર્ષે પરિવાર સાથે થયું ફેરમિલન પોતાનાં સંતાનને વિમાનમાં તેડી ગયા

પશ્ચિમ બંગાળનાં કલકત્તા વિસ્તારનો યુવાન ગણેશ લાલમોહન બાસ ફો૨ે ઉ.વ. ૨૬ ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. માસી સાથે મામાનાં ઘરે જવા આ યુવાન કલકતાનાં રેલ્વે પ્લેટ ફોર્મ સુધી પહોંચ્યો હતો. માસી ટ્રેનમાં બેઠા અને ટ્રેન ઉપડી ગઇ. યુવાન બીજી ટ્રેનમાં જઇ બેઠો. અને સતત બે વર્ષ સુધી તે જુદા જુદા રાજ્યોમાં સતત […]

સંસ્થાને 90 હજારનું રાશન અપાયું

ભુજ અને સમગ્ર કચ્છમાં માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ અભિયાન ચલાવતી ભુજની માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ માનસિક દિવ્યાંગો, અને વૃદ્ધોની ટીફીન સેવા માટે દાતાશ્રી રાજેન્દ્રભાઇ ઘનશ્યામભાઇ ટપરીયા કેરા હાલે લંડન નાં સહકારથી એક મહિનાનું રાશન અર્પણ કરાયું હતું. દાતા શ્રી પરિવારે સંસ્થાની કચ્છભરમાં ચાલી રહેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. માનવજ્યોતનાં પ્રબોધ […]