શ્રેષ્ઠીવર્ય, અને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં ભૂમિદાતા શેઠ શ્રી વાસુદેવભાઇ રામદાસ ઠક્કરની તેરમી પુણ્યતિથિએ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેઓશ્રીનાં સેવાકાર્યોને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર, રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, કરશનભાઇ ભાનુશાલી, અરવિંદભાઇ ઠક્કર, શંભુભાઇ જોષી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, મુરજીભાઇ ઠક્કરે ભાવાંજલિ અર્પણ કરી હતી.
શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ માટે તેઓશ્રીએ માનવજ્યોત સંસ્થા ભુજને અઢી એકર જમીનની ભેટ અર્પણ કરી હતી. જ્યાં આજે મસ્તરામોનું સેવાશ્રમ નિર્માણ પામ્યું છે. અને માનવસેવાનું અતિ સુંદર કાર્ય થઇ રહ્યું છે.

