જીલ્લા આરોગ્ય વિભાગ અને માનવજ્યોત સંસ્થા દ્વારા1 ઓકટોબર “વિશ્વ વૃદ્ધ દિવસ,,ની ઉજવણી કરાઇ

દર વર્ષે 1 ઓકટોબર “વિશ્વ વૃદ્ધ દિવસ,, તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ વૃદ્ધ વડીલોના અધિકારો, સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાનો હોય છે.

જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી એમ.એલ.ભક્તા વડીલોનો વિસામો મધ્યે વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સેવાશ્રમનાં 20 વૃદ્ધ વડીલોના આરોગ્યનું ચેકીંગ કરાયું હતું.તેમજ તેઓનાં આયુષ્યમાન કાર્ડ વિગેરે બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઇ હતી.

આરોગ્ય કાર્યકર ઇન્દ્ર કાનજીભાઇ આહીર, સી.એચ.ઓ. નયનભાઇ પી. નાયક તથા સી.એચ.ઓ. ગીત દીનેશભાઇ પરમારે વૃદ્ધ વડીલોને વિવિધ પ્રકારોની સેવાઓ અંગે સમજ પૂરી પાડી હતી.

વૃદ્ધ વડીલો પ્રત્યે આદર, કાળજી અને સન્માનની ભાવના વધે, વૃદ્ધોના સમાજ અને પરિવાર પ્રત્યેનાં યોગદાનને યાદ કરવું, તેમનાં અધિકારો અને જરૂરિયાતો અંગે જાગૃતિ ફેલાવી, વૃદ્ધોનાં સ્વાસ્થ્ય અને સુખાકારીનું મહત્વ સમજાવવું, વૃદ્ધો સાથે પ્રેમ, સન્માન, સહાનુભૂતિથી વર્તવા માટે લોકોને પ્રેરિત કરવું, નવી પેઢીને વૃદ્ધોનાં અનુભવ અને જ્ઞાનનું મહત્વ સમજાવવું વિગેરે બાબતોની વૃદ્ધ વડીલોને તથા લોકોને સમજ પૂરી પાડવામાં આવેલ.

આ પ્રસંગે ક્રિશિવ ફાઉન્ડેશનના નયનાબેન ગોસ્વામી તથા કેરા અને ભુજના વિવિધ મહિલા મંડળો ઉપસ્થિત રહ્યા હતા.

નયનભાઇ નાયકે ગીત રજુ કરી વૃદ્ધ વડીલોને ખુશ કર્યા હતા. માનવજ્યોતનાં પૃથ્વીરાજસિંહ જાડેજાએ વૃદ્ધોને આધ્યાત્મિક, ધાર્મિક સમજો પુરી પાડી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જયારે આભારવિધિ સહદેવસિંહ જાડેજાએ કરેલ. વ્યવસ્થા આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા, દેવેન્દ્ર
જીવાણીએ સંભાળી હતી.