શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના માનનીય અઘ્યક્ષશ્રી અને યશસ્વી વડાપ્રઘાનશ્રીના જન્મદિન નિમિતે ગુજરાત રાજયના ૨૯ જીલ્લાના ૧૩૪ વૃદ્ધાશ્રમોમાં વસ્ત્ર-પ્રસાદ વિતરણ કાર્યક્રમનુ આયોજન કચ્છ જીલ્લા માટે માનવ જયોત સંસ્થા સંચાલિત એમ.એલ.ભક્તા વડીલોનો વિસામો પાલારા-ભુજ ખાતે જીલ્લા કલેકટર શ્રી અનિલ રાણાવસીયા સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો.
જેમાં અતિથીવિશેષ તરીકે ભુજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેશુભાઇ પટેલ, ભુજ નગરપાલીકા પ્રમુખ શ્રી શીતલભાઇ શાહ,નાયબ કલેકટરશ્રી વિવેક બારહટ સાહેબ, લઘુમતી મોરચાના પ્રમુખશ્રી આકીબભાઇ સમા, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી દશરથ દેસાઇ, જીલ્લા બાળ સુરક્ષા અઘિકારીશ્રી વિપુલ ડોરિયા, જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી હિતેન્દ્ર અમીઘર તથા કચેરીના કર્મચારીઓ, વૃદ્ધાશ્રમના વૃદ્ધો, દિવ્યાંગજનો અને અન્ય નાગરિકો ઉપસ્થિત રહેલ હતા.
કાર્યક્રમની શરૂઆત તમામ મંચસ્થ મહાનુભાવોના સ્વાગતથી કરવામાં આવી ત્યારબાદ માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા વર્ચ્યુલી રાજયના તમામ વૃદ્ધાશ્રમોના વૃદ્ધોને સંબોધન કરી શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલ વસ્ત્રો અને પ્રસાદ વિતરણ કરાવવામાં આવેલ હતું. જેમાં માન.કલેકટર સાહેબશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તમામ વૃદ્ધોને વસ્ત્રો અને પ્રસાદનુ વિતરણ કરવામાં આવેલ હતું.
વઘુમાં જીલ્લાના અન્ય સ્થળોએ આવેલ પાંચ વૃદ્ધાશ્રમો ખાતે પણ વસ્ત્રો અને પ્રસાદનુ વિતરણ કરવામાં આવેલ.
ત્યારબાદ માન.ધારાસભ્યશ્રી અને કલેકટર સાહેબશ્રી દ્વારા વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ઉદ્દબોઘન કરવામાં આવેલ અને વૃદ્ધાશ્રમની
મુલાકાત લેવામાં આવેલ તેમજ નિરીક્ષણ કરવામાં આવેલ હતું. જેમાં માન.કલેકટર સાહેબશ્રી દ્વારા સંસ્થાની પ્રવૃતિઓને
બિરદાવવામાં આવેલ.
માનવ જયોત સંસ્થા,પાલારા-ભુજના પ્રમુખશ્રી પ્રબોધભાઇ મુનવરના માર્ગદર્શનમાં હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમનુ સંચાલન ઉપપ્રમુખશ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા, જયારે આભારવિઘિ ભરતભાઇ સોની એ કરેલ. વ્યવસ્થામાં સહદેવસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્વરી, રમેશભાઇ માહેશ્વરી, દિપેશ શાહ, રફીકભાઇ બાવા, આનંદ રાયસોની, નીતીનભાઇ ઠકકર અને ભુપેન્દ્રભાઇ બાબરીયા, કનૈયાલાલ અબોટીએ સહકાર આપ્યો હતો.
તેમજ જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારીશ્રીની કચેરી અને જીલ્લા શિક્ષણ અઘિકારશ્રીની કચેરી દ્વારા માનવ જયોત સંસ્થા ખાતે અને નવચેતન અંઘજન મંડળ-ભચાઉ ખાતે આશ્રીત વૃદ્ધોને ડીઝીટલ સાક્ષરતા અંગે પણ સેમીનારનુ આયોજન કરી નિરીક્ષર વૃદ્ધોને સાક્ષ્રર કરવાના પ્રયત્નો કરવામાં આવેલ હતા.

