જન્મદિનને યાદગાર બનાવવા સેવાકાર્ય માટે અનુદાન અપાયું

નવલસિંહજી કલુભા જાડેજા તારીખ 20મી એપ્રિલે 80 વર્ષની મંજલિ કાપી 81માં વર્ષમાં પ્રવેશ કરશે. પોતાનાં જન્મદિનને સેવાકાર્યો સાથે યાદગાર બનાવવા કચ્છની 16 સંસ્થાઓને ચેકો અર્પણ કર્યા હતા.

માનવસેવા અને જીવદયાક્ષેત્રે કાર્યકરતી ભુજની માનવજ્યોત સંસ્થાને રૂ 51 હજારનો ચેક શ્રી નવલસિંહ જાડેજાએ અર્પણ કર્યો હતો.

આ પ્રસંગે અરવિંદભાઇ ગોર, ભરતભાઇ ગોર, જે.પી.ગોર, જયદેવસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજાએ દાતાશ્રી પરિવાર પ્રત્યે આભારની લાગણી
વ્યક્ત કરી હતી.

એમના જન્મદિવસ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનસિક દિવ્યાંગોને મિષ્ટાન સાથે ભોજન કરાવાયું હતું. એકલા-અટુલા નિરાધાર 117 વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા મિષ્ટાન સાથે ભોજન પહોંચાડાયું હતું.