60 વૃદ્ધ-વડીલોએ યાત્રા કરી ધન્યતા અનુભવી વિરાંગના બહેનો પણ જોડાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દાતાશ્રી સવરાજભાઇ લખમણ સાખરા ભુજપુરનાં સહયોગથી તેમજ ક્રિશિવ ફાઉન્ડેશનનાં નયનાબેન ગોસ્વામી, પ્રેરણા મહિલા મંડળનાં વંદનાબેન ભાવસાર તથા પિંગલેશ્ર્વર પુનમ ગ્રુપનાં મીરાંબેન જેઠીનાં સાથ-સહકારથી 60 વૃદ્ધ વડીલોને નારાયણ સરોવર, કોટેશ્ર્વર, માતાનામઢ તીર્થોની યાત્રા કરાવાઇ હતી.

ભુજ મધ્યે યાત્રા બસને માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજાએ સ્ટાર્ટ આપ્યો હતો. પ્રારંભે યાત્રા પ્રવાસમાં જોડાયેલા ચારે વિરાંગના મહિલાઓનું માનવજ્યોત સંસ્થા દ્વારા સાલ ઓઢાળી સન્માન કરવામાં આવેલ.

માર્ગમાં વૃદ્ધ વડીલો, મહિલા મંડળો અને માનવજ્યોતનાં કાર્યકરોએ રાસ,ગરબા,ભજન, કિર્તન, ધૂનની રમઝટ જમાવી હતી.

માતાનામઢ, નારાયણસરોવર, કોટેશ્ર્વર તીર્થો તથા પૂંઅરેશ્ર્વર મહાદેવ અને સ્વામિનારાયણ મંદિર નારાયણ સરોવરનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ચારે વિરાંગનાઓએ દેશ ભક્તિનાં ગીતો રજૂ કરી દેશસેવાની ભાવનાંઓની સમજપૂરી પાડી હતી. દાતાશ્રી સવરાજભાઇ લખમણ સાખરાની અંતરની ભાવનાંઓને બિરદાવવામાં આવેલ.

પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, ભુપેન્દ્રભાઇ બાબરીયા, આરતીબેન જોષીએ સાથે રહી સમગ્ર વ્યવસ્થામાં સહકાર આપ્યો હતો.