માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ તથા શ્રી એમ.એલ.ભક્તા વડીલોનો વિસામો મધ્યે શ્રાદ્ધની અનેરી ઉજવણી થઇ રહી છે. દરરોજ જુદા-જુદા મંડળો, વિવિધ પરિવારો શ્રાદ્ધની ઉજવણી આશ્રમ મધ્યે કરતા હોય છે.
શ્રી રઘુવંશી મહિલા મંડળ રઘુવંશીનગર ભુજના બહેનો પણ સેવાશ્રમ મધ્યે પહોંચી શ્રાદ્ધ ઉજવણીમાં જોડાયા હતા.અને પિતૃઓને પાણી અર્પણ કર્યું હતું. તેમજ દેવ-દેવીઓની આરતી ઉતારી હતી.
વિધિવિધાન દીપક મારાજ નારાયણસરોવરવાલાએ કરાવી હતી. શ્રાદ્ધની વિધિ બાદ આશ્રમનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું.
પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ માહેશ્ર્વરી, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, દેવેન્દ્ર જીવાણી, પંકજ કુરૂવા, દિલીપ લોડાયા તથા કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી.

