ઉત્તર પ્રદેશનાં જલાલપુર જિલ્લાનો ૨૪ વર્ષિય યુવાન લક્ષ્મીકાંત વસંતલાલ હરીજન છેલ્લા ૧ વર્ષથી તથા મુઝફરનગરનો યુવાન ગીનેશ હરીશચંદ્ર જાટ ઉ.વ. ૨૬ છેલ્લા ૭ મહિનાંથી ગુમ હતા. પરિવારજનો તેમની શોધ ચલાવી રહ્યા હતા. ગીનેશ અંજાર પોલીસને મળ્યો હતો. જયારે લક્ષ્મીકાંત માનવજ્યોત સંસ્થા ભુજને નખત્રાણાથી મળ્યો હતો. આ બંને યુવાનોને
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા- કચ્છ મધ્યે આશ્રય આપવામાં આવ્યો. મનોચિકિત્સક ડો. મહેશભાઇ ટીલવાણીની સારવારથી આ બંને યુવાનો સ્વસ્થ બન્યા હતા. સંસ્થાના મેનેજર ગુલાબ મોતાએ યુ.પી. પોલીસની મદદથી આ બંને યુવાનોનાં પરિવારજનોને શોધી કાઢતા બંને પરિવારો ભુજ આવી પહોંચ્યા હતા. ૧ વર્ષથી ગુમ થયેલો લક્ષ્મીકાંત પત્ની તથા બે બાળકો ધરાવે છે. બંને યુવકોનાં પરિવારજનોએ કબ્જા લઇ ખુશી વ્યક્ત કરી સંસ્થાનો આભાર માન્યો હતો.
માનવતાનાં આ કાર્યમાં રફીક બાવા, મહેશભાઇ ઠક્કર, વિનોદ મારાજ, વાલજી કોલી તથા સર્વે કાર્યકરો સહભાગી બન્યા હતા.

