ઇન્નરવ્હીલ કલબ ને ૧૦૦ વર્ષ પુરા થતાં ઈન્નરવ્હીલ કલબ ઓફ ભુજ વોલસીટી દ્વારા “ઈન્નરવ્હીલ ડે,, ની વિરામ હોટેલ ભુજ મધ્યે અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્થાનાં પ્રમુખ નીતાબેન હાલાણી, યામિનીબેન ઠક્કર, બીનાબેન જોષી, ડીસ્ટ્રીકટ આઈએસઓ રચનાબેન શાહ સહિતનાં સર્વે સભ્યો વિશાળ સંખ્યામાં ઉજવણી કાર્યક્રમમાં જોડાયા હતા.
ઇન્નર વ્હીલ કલબ ઓફ ભુજ વોલસીટી દ્વારા સેવાકાર્યનાં ભાગરૂપે ભુજની માનવજ્યોત સંસ્થાને ઠંડી સામે રક્ષણ
આપવા જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવા ૧૦૦ ધાબડા અર્પણ કરાયા હતા.
માનવજ્યોત દ્વારા કલબનાં દરેક સભ્યોને ચકલીઘર અર્પણ કરાયા હતા. માનવજ્યોત વતી પ્રબોધ મુનવરે કલબને શુભેચ્છાઓ પાઠવી આભારની લાગણી વ્યક્ત કરી હતી.

