પાલાણી પરિવાર કોઠારા-કચ્છ હાલે મુંબઇ દ્વારા અબડાસા તાલુકાનાં કોઠારા ગામે વ.ક.નાથા છત્રાલય મધ્યે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન ભવ્ય મેગા કેમ્પનું આયોજન તા. ૯-૧-૨૦૨૨ રવિવારે સવારે ૯ થી ૧ દરમ્યાન કરવામાં આવેલ છે. જેમાં ભુજ-માંડવીના ૧૬ ખ્યાતનામ અને નિષ્ણાંત ડોકટરશ્રીઓ પોતાની સેવાઓ આપી દર્દીઓનું દર્દનું નિદાન કરશે. સારવાર માટે લખાયેલ દવાઓ કેમ્પ સ્થળે ફ્રી આપવામાં આવશે. કેમ્પ સ્થળે ચશ્મા પણ ફ્રી આપવામાં આવશે. દર્દીઓ નામ નોંધણી મો. ૭૮૭૪૯૩૦૪૩૦ તથા ૯૫૮૬૧૮૫૮૧૫ ઉપર કરાવી શકશે. આ કેમ્પનો દર્દીઓને વધુમાં વધુ લાભ લેવા પાલાણી પરિવાર દ્વારા જણાવાયું છે.

