Category Archives: Activities

મહેશ્વરી સમાજના ધર્મગુરૂને અંજલિ અપાઇ

મહેશ્વરી સમાજનાં મહેશ સંપ્રદાયનાં મહાનધર્મગુરૂ, સ્પષ્ટ વક્તા અને ધાર્મિક લેખક માતંગ વેરશીભાઈ રામજીને માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અંજલિ આપવામાં આવી હતી.  અનેક ધાર્મિક પુસ્તકોની રચના કરી, ધાર્મિક ગ્રંથોનું સર્જન કરી, સમગ્ર સમાજને જ્ઞાન પુરું પાડયું હતું. અનેકવિધ ધાર્મિક કાર્યો તેઓશ્રીનાં વરદ હસ્તે થયા હતા.  માનવજ્યોત સંસ્થા ભુજનાં શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ […]

ઉત્તરપ્રદેશનો બાળક અચાનક ભુજ આવી પહોંચતા ચિલ્ડ્રન હોમ મધ્યે પહોંચાડાયો

ઉત્તરપ્રદેશ ગોસાઈમલ જિલ્લાનો ૧૩ વર્ષિય બાળક આર્યન સંદિપ ટ્રેન મારફતે અચાનક ભુજ રેલ્વે સ્ટેશને ઉતરતાં જ રેલ્વે સુરક્ષા દળનાં હાથમાં આવ્યો હતો. તે પ્રથમ વખત ઘર છોડી ટ્રેન મારફતે ભુજ સુધી પહોંચ્યો હતો.  માનવજ્યોત સંસ્થાને જાણકારી મળતાં જ સંસ્થાનાં પ્રબોધ મુનવર તથા રફીકબાવાએ બાળકનો રેલ્વે સુરક્ષા દળ પાસેથી કબ્જો લઈ, બાળકનું કોરોના ટેસ્ટ કરાવી બાળકને […]

માનવજ્યોતનું હરતું ફરતું છાસ કેન્દ્ર જરૂરતમંદ લોકો સુધી પહોંચ્યું

ઉનાળાની કાળઝાળ ગરમીમાં શ્રમજીવીક પરિવારોને પીવા છાસ મળે તેવા હેતુ સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સતત બીજા મહિને છાસ વિતરણ કાર્ય ચાલુ રખાયું છે. દરરોજ ૩૦૦ લીટર છાસ વિતરણ કરવામાં આવે છે.  ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં મજુરો-શ્રમજીવીકોને નમક, જીરાવાળી ઠંડી છાસ પીવડાવવામાં આવે છે. નિઃશુલ્ક છાસ વિતરણ ૩ મહિના ચાલુ રહેશે. સંસ્થાનું હરતું ફરતું વાહન […]

લવીંગ-કપૂર-અઝમો, મિક્ષ પાવડર ૭ હજાર પડીકી વિતરણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કોરોના મહામારી સંકટ વચ્ચે દર્દીઓની શ્વાસો શ્વાસની ઓકિસજન સ્થિતિ સુધારવા, આયુર્વેદીક ઉપચાર રૂપે લવીંગ-કપૂર-અઝમાનું પાવડર બનાવી મિશ્ર કરી બનાવવામાં આવેલ સાત હજાર પાઉચ વિતરણ કરવામાં આવ્યા હતા. જે સુંધવાથી રાહત મળે છે. તેમજ શ્વાસ પ્રક્રિયામાં સુધારો થાય છે.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા ભૂખ્યા લોકોને ભોજન કરાવાયું

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા કોરોના સંકટ વચ્ચે જરૂરતમંદ લોકોને ભોજન કરાવવામાં આવેલ. સ્વૈચ્છિક લોકડાઉન વચ્ચે ભૂખ્યા લોકોને ભોજન કરાવવામાં આવેલ. હરતા ફરતા વાહન સાથે શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં જરૂરતમંદ લોકોને ભોજન પીરસવામાં આવેલ.  પેરાલીગલ વોલન્ટીયરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની તથા રફીક બાવાએ વ્યવસ્થા સંભાળી હતી. 

સેવા પ્રેરક મહિલા અગ્રણીને અંજલિ અપાઇ

સેવાપ્રેરક મહિલા અગ્રણી અમરબાઈ માવજી ગોરસિયા બળદીયા હાલે ભુજનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા અંજલિ અપાઇ હતી.  માવજી દેવરાજ ગોરસિયા પરિવાર દ્વારા વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. તાજેતરમાં માનવજ્યોત સંસ્થાને આ પરિવાર દ્વારા નવું વાહન અર્પણ થયેલ.  પરિવારનાં મોભી માતુશ્રી અમરબેનને માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઈ માહેશ્વરી, […]

કોરોના મહામારીમાં પણ લોકો પક્ષીઓની સેવા કરવા લાગ્યા

ભયંકર કોરોના મહામારી સંકટમાં પણ લોકો પક્ષીઓની ચિંતા કરવા લાગ્યા. અબોલા પક્ષીઓ માટે પણ લોકોએ પીવાનાં પાણીની વ્યવસ્થા કરી જીવદયાનું અતિ ઉત્તમકાર્ય હાથ ધર્યું છે.  કોરોનાં સંકટમાં જીવદયા પ્રેમીઓ પક્ષીઓની સેવામાં જોડાયા હતા. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આપવામાં આવેલા કુંડા અને ચકલીઘરો વૃક્ષો ઉપર લગાડી પક્ષીઓને પણ ચણ-પાણીની વ્યવસ્થા કરી આપી. તેમજ ચકલીઓને રહેવા માટે […]

શશિકાન્તભાઇ ઠક્કરને અંજલિ અપાઇ

દરેક સમાજો સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા અને દરેક સમાજો-સંસ્થાઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડનારા શશીકાન્તભાઈ મોહનલાલ ઠક્કરનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અંજલિ અપાઈ હતી.  સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, અરવિંદભાઈ ઠક્કર, મુરજીભાઈ ઠક્કરે તેઓની સેવાઓને બિરદાવી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 

જનરલ હોસ્પિટલ કમ્પાઉન્ડ મધ્યે દદીઓનાં સગા-સ્નેહીઓને લીંબુ-વરિયારી પાણી વિતરણ કરાયું

શ્રીમતિ રંજનબેન વર્ધીલાલ પારેખ પરિવાર સંચાલિત માનવસેવા કેન્દ્ર વર્ધમાનનગર-કચ્છના સહયોગથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા જનરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં દર્દીઓનાં સગા-સબંધીઓને લીબું-વરિયારી પાણીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. સતત ત્રણ દિવસ સુધી આ સેવા ચાલુ રાખવામાં આવી હતી.  સેવાકાર્ય વાહનને વર્ધમાનગર ઓનર્સ એસોસિયેશનનાં પ્રમુખશ્રી રાહુલ મહેતા, ઉપપ્રમુખ વર્ધીલાલટી. પારેખ, હસમુખ વોરાએ સ્ટાર્ટ આપ્યો હતો. વ્યવસ્થામાં દિપ્તી વોરા, ભાવિકા […]

માનવજ્યોતને રૂ. ૨ લાખનું અનુદાન અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છની માનવસેવા, જીવદયા, પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપવા માધાપરનાં હાલે લંડન વસતા માધાપરના દાતાશ્રી હીરૂબેન ગોરસીયા દ્વારા સંસ્થાને રૂા. ૨ લાખનો ચેક અર્પણ કરાયો હતો.  કોરોનાં સંકટમાં સંસ્થા લોકોની વચ્ચે રહી જરૂરતમંદ લોકોને મદદરૂપ બની રહી છે. જે કાર્યની દાતાશ્રી પરિવારે અનુમોદના કરી હતી. સુરેશભાઈ એમ. સોલંકીના વરદ હસ્તે આ […]