ગોવિંદભાઈ વિશ્રામખોખાણીનું અવસાન થતાં માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેઓશ્રીએ પોતાનો છેલ્લો જન્મદિવસ પાલારા મધ્યે રામદેવ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગોને ભોજન કરાવીને ઉજવ્યો હતો. સંસ્થાને અવાર-નવાર અનુદાન પણ તેમના દ્વારા મળતું રહ્યું હતું. તેઓશ્રી સાચા સેવક હતા. માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર, સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોષી, મુરજીભાઇ […]
કોરોના મહામારી સંકટથી પેદા થયેલ પરિસ્થિતિ વચ્ચે લોકોએ પણ સમયસૂચકતાને ધ્યાને લઈ ખોટા ખર્ચથી દૂર રહી, લક્ષ્મીને જરૂરતમંદ લોકોનાં ઉપયોગમાં સદ્ માર્ગે વાપરી સમાજને અનોખા ઉદાહરણ પૂરા પાડી જન્મદિનની ઉજવણીને સાર્થક બનાવી છે. દેવ જીગર છેડા- ભુજ, વ્રેહાન પરિન લોડાયા-ગાંધીધામ, ડિયાન્સ ભાવિન ઠક્કર-મુન્દ્રા, વૈભવ દિપક પટ્ટણી-ભુજ, ચેતન શીવજી ભાટિયા-ભુજ, રેખાબેન ઉદયસિંહ ગોહિલ-ભુજ, જેમીન રાજેશ કેરાઈ-સૂરજપર, […]
બહુમાળી ભવન કર્મચારી કલ્યાણ ગ્રાહક સહકારી ભંડાર લી. ભુજ કચ્છ, જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા અને માનવજ્યોત સંસ્થા ભુજનાં સંયુક્ત ઉપક્રમે બહુમાળી ભવનનાં કર્મચારીઓને માસ્ક તથા હોમિયોપેથીક ગોળીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે જીલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી કમલેશભાઈ જોષી, હોમિયોપેથીક ડો. પ્રતિક્ષાબેન પવાર, બહુમાળી ભવન કર્મચારી કલ્યાણ ગ્રાહક સહકારી ભંડાર લી. ભુજના પ્રમુખ શ્રી અનીરૂદ્ધસિંહ […]
છેલ્લા કેટલાક દિવસોથી લગ્નગાળાની શરૂઆત થઈ ચૂકી છે. લગ્ન યોજનાર પાર્ટીઓને સરકારશ્રીની ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહે છે. ત્યારે લગ્ન પ્રસંગની અનોખી ઉજવણી તરફ સમાજ વળ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. લગ્ન પ્રસંગ ઉજવણીમાં સંખ્યા સરકારી નિયમો મુજબ કરવાની હોતાં, લગ્ન આયોજકો માનસિક દિવ્યાંગો, રંક બાળકો, ગરીબો અને જરૂરતમંદ લોકોને ભોજન જમાડી લગ્ન પ્રસંગે માનવસેવાનું […]
કચ્છ જીલ્લા પંચાયત, આયુર્વેદીક શાખા, જીલ્લા આયુર્વેદ અધિકારી શ્રી કમલેશભાઈ જોષીનાં માર્ગદર્શન હેઠળ ભુજ શહેરનાં જેષ્ઠાનગર વિસ્તારમાં ૫૦૦ લોકોએ અનેક ઔષધિથી ભરપૂર તૈયાર ગરમઉકાળાનો લાભ લીધો હતો. વિતરણ વ્યવસ્થા માનવજ્યોત સંસ્થા ભુજ અને સખી-સહેલી ગ્રુપ મહિલા મંડળ જેષ્ઠાનગરે સંભાળી હતી. હોમિયોપેથી ડોકટર પ્રતિક્ષાબેન પવારનાં સહકારથી દરેકને નિઃશુલ્ક હોમીયોપેથી ગોળીઓ તથા માનવજ્યોત અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા વિશ્વ વિકલાંગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વિકલાંગ દિવસ નિમિત્તે વિકલાંગોને ટ્રાયસિકલ, ઘઉં, ચોખા,બાજરો સાથેની રાશનકીટ, ગરમધાબડો તથા મીઠાઈ બોક્ષ અર્પણ કરી તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ. કોરોના સંકટમાં તેમની રોગ પ્રતિકાર શક્તિ વધારવા જીલ્લા આયુર્વેદિક શાખા દ્વારા ડો. પ્રતિક્ષાબેન પવારે દરેકને હોમિયોપેથી ગોળીઓનાં પેકેટ આપેલ. દરેકને […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છને વિવિધ દાતાશ્રીઓ દ્વારા રસોડા વપરાશમાં મદદરૂપ ઈલેકટ્રીક સાધનો અર્પણ કરાયા હતા. જેનું ઉદ્ઘાટન દાતાશ્રીઓનાં વરદ્ હસ્તે કરવામાં આવેલ. રૂા. ૨ લાખનાં ખર્ચે રોટલીનું મશીન દાતાશ્રી માતુશ્રી જીવાંબાઈ પાસુભાઈ ગડા હસ્તે પ્રેમીલાબેન લક્ષ્મીચંદભાઈ ગડા ગામ કોડાય-કચ્છ નવનીતનગર (ભુજ) દ્વારા અર્પણ કરવામાં આવેલ. રૂા. ૬૦ હજારનાં ખર્ચે લોયા કટીંગનું મશીન […]
કચ્છ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી કમલેશભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ તથા હોમિયોપેથી મેડીકલ ઓફિસર વર્ગ-૩ ના ડો. પ્રતિક્ષાબેન પવારનાં સહકારથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં લોકોને રોગપ્રતિકાર શક્તિ વધારવા હોમિયોપેથી ગોળીઓનું વિતરણ કરવામાં આવેલ. ૩ હજાર લોકોને હોમિયોપેથીક ગોળીઓનાં પેકેટ વિતરણ કરી સમજ પૂરી પાડવામાં આવેલ. વિતરણ વ્યવસ્થા […]
કચ્છ જિલ્લા પંચાયત, આયુર્વેદ શાખા, જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી કમલેશભાઈ જોષીનાં માર્ગદર્શન હેઠળ ભુજ શહેરમાં અનેક ઔષધિઓથી ભરપૂર તૈયાર ગરમઉકાળો પીવડાવવાનું શરૂ કરવામાં આવેલ. વિતરણ વ્યવસ્થા માનવજ્યોત સંસ્થાના કાર્યકરોએ સંભાળી હતી. ભુજની કલેકટર કચેરી સામેનાં વિસ્તારમાંથી ત્રિ દિવસીય ઉકાળા વિતરણ કાર્યનો પ્રારંભ જીલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી કમલેશભાઈ જોષી, ડો. જીગ્નેશ ઠક્કરની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. પ્રથમ […]
નવા વર્ષના પ્રારંભે ભુજની માનવજ્યોત સંસ્થાની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ વિવિધ દાતાશ્રીઓએ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી સંસ્થાને અનુદાન આપ્યું હતું. મનોજભાઈ પી. સોલંકી-માધાપર દ્વારા પ૧ હજાર, દિપક પી. શાહ-ભરત પી. શાહ ગોપી મેડીકલ સ્ટોર્સ-અંજાર દ્વારા રૂા. ૨૫ હજાર, સોની પ્રભુદાસભાઈ ખેતશીં પરિવાર ભુજ રૂા. ૧૧ હજાર, એરફોર્સનાં ડો. કૌટીલ્ય ચૌધરી દ્વારા રૂા. ૧૧ હજારનું અનુદાન અપતાં સંસ્થાનાં […]









