માસ્ક નહીં…. તો વાત નહીં અભિયાન કચ્છ ભરમાં પહોંચી રહ્યું છે.

કચ્છ કોરોના મુક્ત બને એ દિશામાં અનેક સંસ્થાઓ કામ કરી રહી છે. સંજયભાઇ શાહ દ્વારા છેડવામાં આવેલ અભિયાન ‘માસ્ક નહીં તો વાત નહીં.,, ધીરે ધીરે કચ્છભરમાં પહોંચી રહ્યું છે. કોરોના મહામારી સંકટ સામે લોકો જાગૃત રહે એ માટે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ઠેર – ઠેર બેનરો લગાડી લોકજાગૃતિ અભિયાનને આગળ ધપાવવામાં આવી રહેલ છે. શહેરો […]

કચ્છના મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાને અંજલિ અર્પણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છ દ્વારા કચ્છના મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. તેઓશ્રી દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને દર વર્ષે અનુદાન મળતું રહ્યું હતું. સંસ્થાની વિવિધ માનવસેવા, જીવદયા પ્રવૃત્તિઓથી ખુશ હતા. માનવજ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવતા અને શુભેચ્છાઓ પાઠવતા રહ્યા હતા. તેઓની પ્રેમભરી લાગણીને સંસ્થા દ્વારા બિરદાવવામાં આવેલ. સંસ્થાનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ […]

અગ્યારસ – બારસ – પુણ્યતિથિ – માસિકતિથિ નિમિતે અનેક પરિવારોએ કર્યું પુન્યનું કાર્ય

કોરોના મહામારી સંકટ અને વધતા જતા સંક્રમણને ધ્યાને લઇ અનેક પરિવારોએ પોતાનાં સ્વર્ગસ્થ સ્વજનોનાં આત્માશ્રેયાર્થે અગ્યારસ, બારસ, પુણ્યતિથિ, માસિક તિથિ નિમિતે માનવસેવા, જીવદયાનાં કાર્યો કરી સ્વજનોને અંતરથી ભાવાંજલિ અર્પી હતી. સ્વ. મંજુલાબેન કનૈયાલાલ અબોટી – ભુજ, સ્વ. નયનાબા મહેન્દ્રસિંહ જાડેજા – કેરા, સ્વ. દક્ષાબા દહિવતસિંહ જાડેજા – ભુજ, સ્વ. દુર્લભરાય મણીલાલ અબોટી – કોઠારા, સ્વ. […]

ભુજ – વર્ધમાનનગર, જૈન સંઘોમાં ચાર્તુમાસ નક્કી થયા

ભુજ નજીક આવેલા જૈનોનાં વર્ધમાનનગર મધ્યે પ.પૂ. આ.ભ. શ્રી કવિન્દ્રસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિઠાણા-૨ નાં ચાર્તુમાસની જય બોલાવવામાં આવી હતી. ભુજ અચલગચ્છ જૈન સંઘમાં પરમપૂજ્ય મુનિરાજ શ્રી રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ આદિઠાણા-૯ નાં ચાર્તુમાસની જય બોલાવવામાં આવી હતી. અચલગચ્છાધિપતિ પ.પૂ.આ. ભ. શ્રી કલાપ્રભસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે મુંબઇથી આ બંન ચાતુર્માસની આજ્ઞા આપી શુભ મંગલ ભાવના […]

મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાનાં જન્મદિને જરૂરતમંદોને ભોજન કરાવાયું

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છ દ્વારા મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા સાહેબનો જન્મદિન વિવિધ સેવાકાર્યો સાથે ઉજવાયો હતો. કુંવર શ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજાનો સહકાર મળ્યો હતો. ૫૦ માનસિક દિવ્યાંગોને મિષ્ટાન – ફરસાણ સાથે ભોજન કરાવાયું હતું. તેમજ એકલા – અટુલા – નિરાધાર ૧૦૦ વૃદ્ધોને ટીફીન દ્વારા ઘેરબેઠા મિષ્ટાન – ફરસાણ સાથેનું ભોજન જમાડાયું હતું. […]

પાલારા જેલ ગૌશાળાને “ગૌસેવા ભક્તિ પ્રસાદ,, અપાયો

ભુજ શહેરની આર.ટી.ઓ. સાઇટ પર આવેલા જલારામ અમૃતજળ પરબને ૩ વર્ષ પૂરું થતાં ‘‘એકલો જાનેરે’ સંસ્થાના સ્થાપક સંચાલક અને પરબના દાતા રાજ્ય-રાષ્ટ્ર સેવા એવોર્ડ વિજેતા શ્રી મગનભાઇ જી. ઠક્કરના સહયોગથી તેમના ધર્મપત્ની સ્વ. ભાનુબેન ઠક્કરનાં સ્મર્ણાર્થે પાલારા જેલ ગૌશાળાને “ગૌસેવા ભક્તિ પ્રસાદ’’ આપવામાં આવેલ. સ્વ. ભાનુબેન એમ. ઠક્કર ખૂબજ ભક્તિમય જીવન જીવ્યા. સત્સંગી જીવનમાં ગૌસેવા […]

દો ગજકી દૂરી… માસ્ક જરૂરી

કોરોના મહામારી સંકટમાં માસ્ક અતિ જરૂરી હોઇ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા જેમની પાસે માસ્ક નથી અથવા જેઓ મોઢા ઉપર માસ્ક બાંધતા નથી તેવા લોકોને નિઃશુલ્ક માસ્ક આપવા વિરાંગના સ્કવોર્ડનાં આઠ બહેનોને દરેકને ૫૦-૫૦ માસ્ક અર્પણ કરાયા હતા. માસ્ક નહીં તો વાત નહીં… તમે કેમ ગાફેલ ? હજીયે છો ગાફેલ ? દો ગજકી દૂરી… માસ્ક જરૂરી…. […]

વિરાંગના સ્કવોર્ડના વરદ્ હસ્તે ૧૧ જરૂરતમંદ પરિવારોને રાશનકીટ અપાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમપાલારા – કચ્છ દ્વારા વિરાંગનાં સ્કવોર્ડનાં શીતલબેન નાયી, ગાયત્રીબેન બારોટ, જશોદાબેન ધ્રાંગી, જયશ્રીબેન સાધુ, જાશ્મીનબેન કુંભાર, રમીલાબેન સાધુ, ભાવનાબેન ભરાડીયા તથા સોનલબેન ચૌધરીના વરદ્ હસ્તે જરૂરતમંદ ૧૧ પરિવારોને એક મહિનો ચાલે તેવી પાંચ વસ્તુઓ સાથેની રાશન કીટ અર્પણ કરાઇ હતી. વિરાંગનાં સ્કવોર્ડના બહેનોએ આ પ્રસંગે ઉપસ્થિત રહી સંસ્થાની પ્રવૃત્તિઓને […]

રાજ્યમંત્રીશ્રીના વરદ્ હસ્તે માનવજ્યોતને ૫૦ હજારનું અનુદાન અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી કચ્છમાં માનવસેવા, જીવદયા, વ્યસનમુક્તિ અને પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. કોરોના મહામારી સંકટમાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભૂખ્યાને ભોજન સહિત સવા વર્ષમાં ૪૯ જેટલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જરૂરતમંદ લોકોની વચ્ચે રહી લોકોને મદદરૂપ બની રહી છે. ક્રિષ્ના રોડલાઇન્સ ગ્રુપ હસ્તે ડો. નવઘણ વાસણભાઇ આહિર દ્વારા રાજ્યમંત્રી […]

સૂકોનાસ્તો તથા થેપલા પેકેટો ગરીબોનાં ઝુંપડે ઝુંપડે પહોંચ્યા

‘‘તૌકતે,, વાવાઝોડાની સંભાવના વચ્ચે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તૈયાર કરવામાં આવેલા સૂકા નાસ્તા તથા થેપલા પેકેટો ગરીબોનાં ઝુંપડે ઝુંપડે પહોંચાડવામાં આવ્યા હતા. થેપલા માટે સુપર સન્ડે ગ્રુપ – વર્ધમાનનગર, ધારા મહેતા, મનીષ મહેતા, ગંગાબેન લોડાયા, કંકુબેન રબારી, ભાવિકાબેન ગાંધી, પારસભાઇ વોરા તથા આદિનાથ મહિલા મંડળ-વર્ધમાનનગરનો સહયોગ પ્રાપ્ત થયેલ. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, રફીક […]