મહારાણીશ્રીનાં જન્મદિને સેવા કાર્યો કરાયા

મહારાણીશ્રી પ્રિતિદેવજીનાં જન્મદિન નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરાયા હતા. જન્મદિન પ્રસંગે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું હતું. તેમજ એકલા-અટુલા નિરાધાર ૧૦૦ વૃદ્ધ વડીલોને ટીફીન દ્વારા ઘેર બેઠા ભોજન કરાવાયું હતું. 

પરિવારજનો દ્વારા માનવજ્યોતને ૧૦ હજારનું અનુદાન અપાયું હતું. પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિહ જાડેજા, સુરેશભાઈ માહેશ્વરી, શંભુભાઈ જોષીએ પરિવારજનોનો આભાર માન્યો હતો.