માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા વિશ્વ વિકલાંગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વિકલાંગ દિવસ નિમિત્તે વિકલાંગોને ટ્રાયસિકલ, ઘઉં, ચોખા,બાજરો સાથેની રાશનકીટ, ગરમધાબડો તથા મીઠાઈ બોક્ષ અર્પણ કરી તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ. કોરોના સંકટમાં તેમની રોગ પ્રતિકાર શક્તિ વધારવા જીલ્લા આયુર્વેદિક શાખા દ્વારા ડો. પ્રતિક્ષાબેન પવારે દરેકને હોમિયોપેથી ગોળીઓનાં પેકેટ આપેલ. દરેકને […]
Category Archives: News/Events
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છને વિવિધ દાતાશ્રીઓ દ્વારા રસોડા વપરાશમાં મદદરૂપ ઈલેકટ્રીક સાધનો અર્પણ કરાયા હતા. જેનું ઉદ્ઘાટન દાતાશ્રીઓનાં વરદ્ હસ્તે કરવામાં આવેલ. રૂા. ૨ લાખનાં ખર્ચે રોટલીનું મશીન દાતાશ્રી માતુશ્રી જીવાંબાઈ પાસુભાઈ ગડા હસ્તે પ્રેમીલાબેન લક્ષ્મીચંદભાઈ ગડા ગામ કોડાય-કચ્છ નવનીતનગર (ભુજ) દ્વારા અર્પણ કરવામાં આવેલ. રૂા. ૬૦ હજારનાં ખર્ચે લોયા કટીંગનું મશીન […]
કચ્છ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી કમલેશભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ તથા હોમિયોપેથી મેડીકલ ઓફિસર વર્ગ-૩ ના ડો. પ્રતિક્ષાબેન પવારનાં સહકારથી માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં લોકોને રોગપ્રતિકાર શક્તિ વધારવા હોમિયોપેથી ગોળીઓનું વિતરણ કરવામાં આવેલ. ૩ હજાર લોકોને હોમિયોપેથીક ગોળીઓનાં પેકેટ વિતરણ કરી સમજ પૂરી પાડવામાં આવેલ. વિતરણ વ્યવસ્થા […]
કચ્છ જિલ્લા પંચાયત, આયુર્વેદ શાખા, જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી કમલેશભાઈ જોષીનાં માર્ગદર્શન હેઠળ ભુજ શહેરમાં અનેક ઔષધિઓથી ભરપૂર તૈયાર ગરમઉકાળો પીવડાવવાનું શરૂ કરવામાં આવેલ. વિતરણ વ્યવસ્થા માનવજ્યોત સંસ્થાના કાર્યકરોએ સંભાળી હતી. ભુજની કલેકટર કચેરી સામેનાં વિસ્તારમાંથી ત્રિ દિવસીય ઉકાળા વિતરણ કાર્યનો પ્રારંભ જીલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી કમલેશભાઈ જોષી, ડો. જીગ્નેશ ઠક્કરની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. પ્રથમ […]
નવા વર્ષના પ્રારંભે ભુજની માનવજ્યોત સંસ્થાની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ વિવિધ દાતાશ્રીઓએ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી સંસ્થાને અનુદાન આપ્યું હતું. મનોજભાઈ પી. સોલંકી-માધાપર દ્વારા પ૧ હજાર, દિપક પી. શાહ-ભરત પી. શાહ ગોપી મેડીકલ સ્ટોર્સ-અંજાર દ્વારા રૂા. ૨૫ હજાર, સોની પ્રભુદાસભાઈ ખેતશીં પરિવાર ભુજ રૂા. ૧૧ હજાર, એરફોર્સનાં ડો. કૌટીલ્ય ચૌધરી દ્વારા રૂા. ૧૧ હજારનું અનુદાન અપતાં સંસ્થાનાં […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા પૂ. જલારામબાપાની ૨૨૧મી જન્મજયંતિ નિમિતે ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે જઈ મહાપ્રસાદ પહોંચાડવામાં આવ્યો હતો. જલારામજયંતિ પ્રસંગે કપીરાજ હનુમાન મંદિર-મીરઝાપર દ્વારા જરૂરતમંદ ૩૦૦ લોકો માટે તૈયાર ભોજન માનવજ્યોત સંસ્થા ભુજને આપવામાં આવતાં સંસ્થાએ જલારામબાપાનો મહાપ્રસાદ ગરીબોનાં ઝુંપડે ઝુંપડે પહોંચાડ્યો હતો. અને ભૂખ્યાને ભોજન કરાવવામાં આવેલ. જરૂરતમંદો લાડુ-મોનથાળ-પૂરી-દાળ-ભાત-શાક સાથેનું ભોજન જમી […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા દ્વારા ૧૫ વિધવા બહેનોને સિવણ મશીન તથા રાશનકીટ અને મીઠાઈ પેકેટ વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી અર્પણ કરી વિધવા મહિલાઓને પગભર કરાયા હતા. ગોવિંદભાઈ રામજી ભુડિયા-નારાણપર દ્વારા પાંચ, અમૃતબેન ગોવિંદભાઈ ભુડિયા-નારાણપર દ્વારા પાંચ, ગીતાબેન દલાલ-લંડન દ્વારા પાંચ મળી ટોટલ-પંદર સિલાઈ મશીનો, દરેકને રૂ. ૨૫૦૦ની રાશનકીટ મીઠાઈ પેકેટ તથા મશીન લઈ […]
બિહાર રાજ્યના ખગડીયા જિલ્લાનાં અમૌસી ગામનો ૩૪ વર્ષિય સતિષ આખરે ૧૦ વર્ષે પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે. પરિવારજનો સાથે ફેર મિલન થયું છે. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સીનીયર પેરાલીગલ વોલન્ટીયર શ્રી પ્રબોધ મુનવરને તે નખત્રાણા શહેરમાંથી ૯ મહિના પહેલાં મળ્યો હતો. તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ સ્થળે લઈ આવી તેની […]
માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ દ્વારા ધાણેટી–કચ્છનાં એક સદ્દગૃહસ્થ દાતાશ્રી તથા અન્ય વિવિધ દાતાશ્રીઓનાં સહકારથી શુદ્ધ દેશી-ઘીનાં અડધો કિલોનાં એક હજાર મીઠાઇ બોક્ષ જરૂરતમંદ લોકોનાં ઘર સુધી પહોંચી જઇ હાથો હાથ વિતરણ કરવામાં આવેલ. ધાણેટી-કચ્છનાં એક દાતાશ્રી દ્વારા શુદ્ધ દેશી ઘીનાં ૭૫૫ મીઠાઈ બોક્ષ તથા ફરસાણ માનવજ્યોતને વિતરણ માટે આપવામાં આવેલ તથા દેવ્યાનીબેન […]
ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણની ઉજવણી નિમિત્તે, થોડું આપીને ઘણું બધું પુણ્ય કમાવાની તક જેવી સાધર્મિક ભક્તિનું આયોજન શ્રી આઠ કોટી મોટી પક્ષ જૈન સ્થાનકવાસી સંઘ દ્વારા પૂ. દેશનાબાઈ મહાસતીજી તથા પૂ.યતનાબાઇ મહાસતીજીની શુભપાવન નિશ્રામાં કરવામાં આવેલ. જૈન શાસનના સુકાની એવા આપણા બાળકોમાં સેવા અને ભક્તિના ગુણો ખીલે અને એમનાં સમય અને શક્તિનો સદુપયોગ થાય એવા […]










