Category Archives: Activities

વરસતા વરસાદ વચ્ચે અઢી હજાર લોકોને ભરપેટ જમાડાચા

અચાનક માવઠાથી વરસતા વરસાદ વચ્ચે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ઝુંપડા-મુંગાઓમાં રહેતા જરૂરતમંદ લોકોને ભરપેટ ભોજન કરાવાયું હતું. ઠંડીનું પ્રમાણ વધતાં ઠંડી સામે રક્ષણ મેળવવા જરૂરતમંદોને ગરમ ધાબડા અપાયા હતા. સતાપરથી ૧ હજારની રસોઇ, વરલીથી ૩૦૦ની, પદ્મરથી ૩૦૦ની, જખ મંદિર માધાપરથી ૨૫૦ની, સેવક સમાજવાડી માધાપરથી ૨૫૦ની, ગુરૂદ્વારા લાલટેકરી ભુજથી ૧૦૦ની, જેષ્ઠાનગર ભાનુશાલી સમાજવાડીથી ૨૦૦ની, પટેલ સમાજવાડી […]

દીક્ષાર્થી અજેશભાઇનો કોઠારા-સાંધવમાં વરસીદાનનો વરઘોડો વાજતે-ગાજતે નીકળ્યો

દીક્ષાર્થી અજેશભાઇ પ્રબોધ મુનવર તા. ૨૯-૧૧ નાં ભુજ મધ્યે જૈનધર્મ દીક્ષા અંગીકાર કરી સંયમમાર્ગ અપનાવશે. એમબીએ માસ્ટર ડીગ્રી અભ્યાસ કરેલા ૩૧ વર્ષિય આ યુવાનનાં જીવનમાં એક જૈન ધર્મનાં પુસ્તક પરિવર્તનનો ભાગ ભજવ્યો. છેલ્લા બે-ત્રણ વર્ષથી જૈન ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ કરી જૈનધર્મનો જ્ઞાન મેળવ્યો. અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગર સૂરીશ્વરજી મ.સા. નાં સાનિધ્યમાં તેમનાં આશિર્વાદ પ્રાપ્ત કર્યા. […]

નલીયામાંથી મળેલ માનસિક દિવ્યાંગ ૧૫ વર્ષ પછી ઘરે પહોંચ્યો દિપાવલી પર્વ પોતાનાં પરિવાર સાથે મનાવશે.

ઉત્તરપ્રદેશનાં પ્રતાપગઢ જીલ્લાનાં સાંગીપુર તાલુકાનાં મુરેની ગામનો ૪૫ વર્ષિય કેદારમુરેની વર્મા ગુમથતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પત્નીનું અવસાન થતાં આઘાતથી તેણે માનસિક સમતુલા ગુમાવી હતી, અને ભારતનાં જુદા-જુદા રાજ્યોમાં તે રખડતો-ભટકતો રહ્યો હતો. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સિનીયર પેરાલીગલ વોલીટીયર પ્રબોધ મુનવરને માત્ર ૧ મહિનાં પહેલાં તે નલીયાથી મળ્યો હતો. નલીયાનો […]

મુખ્યમંત્રીશ્રીનાં વરદ્ હસ્તે કોરોના યોદ્ધા સન્માનપત્ર અર્પણ કરાયું

કોરોના વાયરસ (કોવિડ-૧૯) ની મહામારી સામે પોતાના સ્વાસ્થ્ય કે પરિવારની ચિંતા કર્યા વગર લડાઇમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાષ્ટ્રહિતમાં સેવા-યોગદાન-સમય આપનાર માનવજ્યોત સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવરને રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદ્ હસ્તે કચ્છ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કોરોના યોદ્ધા સન્માન પત્ર અર્પણ કરાયું હતું. આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, સાંસદ વિનોદભાઇ […]

માનવજ્યોત દ્વારા ઝુંપડે-ઝુંપડે મીઠાઇ વિતરણ

ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દાતાશ્રી રાણાભાઇ રવાભાઇ ડાંગર, કરમણભાઇ જીવાભાઇ ડાંગર ધાણેટી, સુરેશભાઇ પ્રેમજી દડગા-ભુજ, ભરતભાઇ -લંડન, હીરજીભાઇ કેરાઇ-કોડકી તથા સગૃહસ્થ દાતાશ્રીઓનાં સહયોગથી અડધો કિલોનાં ૫૦૦શુદ્ધ દેશી ઘી મીઠાઇનાં પેકેટો તથા ફરસાણાનાં પેકેટો ઝુંપડે-ઝુંપડે વિતરણ કરવામાં આવેલ. શ્રમજીવીકોએ ખુશી વ્યક્ત કરી હતી. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, કૃપાલસિંહ જાડેજા, આનંદ રાયસોની, રફીક […]

માનવજ્યોત દ્વારા ભુજની ચારે દિશામાં જરૂરતમંદોને કપડા વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ શહેરની ચારે દિશામાં ગરીબોનાં ઝુંપડે-ઝુંપડે કપડા વિતરણ કરાયા હતા. માનવજ્યોતનું વાહન ભુજ વિસ્તારમાં જરૂરતમંદ લોકોનાં ઝુંપડે-ઝુંપડે પહોંચ્યું હતું. ઝુંપડા-મુંગા-કાચા મકાનોમાં રહેતા ગરીબો શ્રમજીવીકો દિવાળી પર્વની ઉજવણીમાં જોડાઇ શકે તેવા ઉદ્દેશ સાથે પુષ્કળ પ્રમાણમાં કપડા વિતરણ કરાયા હતા. ભુજવાસીઓએ જુના પુરાના સારા કપડા માનવજ્યોતને આપ્યા હતા. માનવજ્યોતે આ કપડા જરૂરતમંદો સુધી […]

માનવજ્યોતને ૫૦ ખુરશી, પાંચ ટેબલ અર્પણ કરાયા

ભુજ સ્વામિનારાયણ પ્રસાદી મંદિરના સંત શ્રી પૂ. કોઠારી શ્રી સુખદેવસ્વામિતથા પૂ. કોઠારી શ્રી પરમેશ્વર સ્વામિની પ્રેરણાથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત માનસિક દિવ્યાંગોના શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છને દાતાશ્રી વાલજીભાઇ વેલજી વરસાણી-સુખપર હરિ બિલ્ડર્સ સીસલ દ્વારા ૫૦ ખુરશી અને પાંચ ટેબલ અર્પણ કરાયા હતા. આપ્રસંગે દેવશીભાઇ ભુડીયા, મહેન્દ્રભાઇ રાબડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. માનવજ્યોત સંસ્થા દ્વારા પ્રબોધ મુનવર […]

પશ્ચિમબંગાળનો યુવાન ૩ વર્ષ પછી ઘરે પહોંચ્યો

પશ્ચિમબંગાળનાં મુર્શિદાબાદ જિલ્લાનાં સીમાલીયા ગામનો ૩૮ વર્ષિય યુવાન સંજયદાસ છેલ્લા ૩ વર્ષથી ગુમહતો. પરિવારજનોએ ગુમસુદા નોંધ કરાવી હતી. પરિવારજનો તેને શોધી રહ્યા હતા. ભુજનાં માર્ગો ઉપર તે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવર તથા રફકીબાવાની નજરે ચડતાં તેને માનવજ્યોત સંસ્થા મુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છ મધ્યે આશ્રય આપવામાં આવ્યો. ભુજની […]

માનવજ્યોતને સાઉન્ડ સીસ્ટમઅર્પણ કરાઇ

ભુજ સ્વામિનારાયણ પ્રસાદી મંદિરનાં સંત શ્રી પૂ. કોઠારી સુખદેવસ્વામી તથા પૂ. કોઠારીપરમેશ્વર સ્વામીની આજ્ઞાથી શામજી વેલજી વાઘાણી તથા પ્રેમજી વેલજી ભૂવા સુખપરવાલા તરફથી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત માનસિકદિવ્યાંગોનાં શ્રી રામદેવ સેવાશ્રમપાલારા-કચ્છને સ્ટેરીયો હેવી સાઉન્ડ સિસ્ટમઅર્પણ કરાઇ હતી. આ પ્રસંગે સંતશ્રીઓએ ઉપસ્થિત રહી સૌને મીઠું મોઢું કરાવ્યું હતું. દેવશીભાઇ ભુડીયા, રમજાનભાઇ મમણ, માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, કનૈયાલાલ […]

૫૦૦ શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ કરાશે શ્રમજીવીકોને મીઠાઇ તથા કપડા વિતરણ કરાશે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાલી પર્વ નિમિત્તે ગરીબોનાં ઝુંપડે સાડી તથા મીઠાઇનું વિતરણ કરવામાં આવશે. માનવજ્યોત તથા શ્રી રામદેવ સેવાશ્રમનાં શ્રી પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ દિવાળી નિમિત્તે ૫૦૦ શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવશે. શ્રમજીવીકોનાં ૩૦૦ બાળકોને નવા વસ્ત્રો અર્પણ કરાશે. તેમજ ગરીબોનાં ઝુંપડે ૫૦૦ બોક્ષ મીઠાઇનાં વિતરણ કરવામાં આવશે. ભુજવાસીઓ દ્વારા […]