હરિયાણાનાં ફતેહબાદ વિસ્તારનો યુવાન વિક્રમ રાકેશ ઉ.વ. 23 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. સતત 3 વર્ષ સુધી તે જુદા-જુદા રાજ્યોનાં શહેરો-ગામડાઓમાં રખડતો-ભટકતો રહ્યો હતો.
આખરે તે રેલ્વે મારફતે ભુજ પહોંચ્યો હતો. ભુજ રેલ્વે સ્ટેશન બહારથી માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રફીક બાવાને મળી આવતાં તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે આશ્રય આપવામાં આવ્યો. તેની પાસેથી મળેલી માહિતિનાં આધારે આશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ હરિયાણા પોલીસનો સંપર્ક કરી તેનું ઘર-પરિવાર શોધી કાઢ્યા હતા. તેનાં પિતા અને કાકા પોતાનાં વાહનથી તેને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા. પિતા-પુત્રનું ત્રણ વર્ષે મિલન થયું હતું.
પિતાએ જણાવ્યું હતું કે, તેને એક બહેન છે. જે રક્ષાબંધન પર્વે ભાઇ ઘરે આવવાની રાહ જોઇ બેઠી છે. 3 વર્ષ પછી બહેન ભાઇનાં કાંડે રક્ષા બાંધશે.
માનવતાનાં આ કાર્યમાં દિપેશ શાહ, આનંદ રાયસોની, પંકજ કુરવા, દિલીપ લોડાયા, સહભાગી બન્યા હતા.

