૨૦ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બનતાં ઘર તરફ પ્રયાણ કર્યું દિપાવલી પર્વ પોતાના પરિવારજનો સાથે મનાવશે

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી ૧૭ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજથી ૩ મળી ૨૦માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની વર્ષો પછી પોતાનાં ઘર તરફ જવા પ્રયાણ કર્યું હતું. અહીંથી તેઓને શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જત મોકલવામાં આવેલ. ત્યાંથી તેઓને તેમનાં ઘર સુધી પહોંચાડવામાં આવશે. આ દરેક માનસિક […]

ડેન્ગ્યુ તાવને નાથવા લોક જાગૃતિ રૂપે ૧૦ હજાર પેપ્લેટસ વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ડેન્ગ્યુ તાવને નાથવા લોકજાગૃતિ રૂપે લોકોને માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવી રહ્યું છે. ડેન્ગ્યુનાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા જરૂર સૂચનો સાથે લોકોને ઉપયોગી થાય તેવી સમજપુરી પાડવામાં આવી હતી. અબડાસાનાં-૨૮, માંડવીનાં-૩૨, મુન્દ્રાનાં ૩૫ તથા ભુજ અને અંજાર શહેરોમાં ડેન્ગ્યુ તાવને નાથવાની માહિતી પૂરી પાડતા ૧૦ હજાર પેપ્લેટસોનું વિતરણ […]

૨૬ વર્ષથી કચ્છમાં ડોકટર તરીકે સેવા આપતા ડોકટર પોતે આશ્રમમાં રહી સારવાર લઇ રહ્યા છે

૩૨ વર્ષથી ડોકટર તરીકે ફરજ બજાવતા ડો. ફન્દીદ્રભૂષણ સહાય ઉ.વ. ૬૦ (એમ.બી.બી.એસ.) ની અચાનક માનસિક સ્થિતિ બગડતા જખૌ (અબડાસા) થી ભુજ સુધી પહોંચ્યા હતા. આખી રાત ભુજમાં પગે ચાલીને રખડ્યા પછી પણ કોઇ કયાં આશ્રય મળ્યો નહતો. એમની પાસે ચાર હજાર રૂપિયા ખિસ્સામાં હતા એ પણ રાત્રે કોઇકે સેરવી લીધા. સવાર થતાં જ ખ્યાલ ન […]

બાયઠમાંથી મળેલા યુવાનનું ૧ વર્ષે પરિવારજનો સાથે થયું મિલન

માંડવી તાલુકાનાં બાયઠ ગામમાંથી એક માનસિક દિવ્યાંગ યુવાન મળી આવતાં જાગૃત લોકોએ તેને ગઢશીશા પોલીસ સ્ટેશને પહોંચાડ્યો હતો. ગઢશીશા પોલીસે તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે પહોંચાડ્યો હતો. મળી આવેલ યુવાને પોતાનું નામ મોહમદ સીધીક બલાઉદીન ઉ.વ. ૪૫ બિહારનાં સહરસા જિલ્લાનાં બરિયાહી ગામનો વતની હોવાનું જણાવતા ત્યાં રહેતા પરિવારજનોને જાણ કરતાં […]

યુવાન માતા, બાળકી સાથે મળી આવતાં આશ્રય સ્થાન અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજને ગાંધીધામ થી કોઇક અજાણી વ્યÂક્તનો ફોન આવેલો કે, ગાંધીધામનાં બાયપાસ એક રોડના પુલીયા ઉપર એક યુવાન મહિલા તેની બાળકી સાથે છેલ્લા સાત દિવસથી બેઠેલી છે. વાસનાં ભૂખ્યાઓનો ભોગ બની રહી છે. ગાંધીધામથી ત્યાર બાદ એજ અજાણી વ્યÂક્તએ કહેલ કે, નાની બાળકીને એક બહેન દત્તક લેવા માગે છે અને મહિલાને તમારી પાસે ભુજ […]

આઠમનાં વધી પડેલ મહાપ્રસાદમાંથી ૩ હજાર ગરીબો ભરપેટ જમ્યા

આસો સુદ આઠમ નવરાત્રિ નિમિત્તે ભુજ અને ભુજ વિસ્તારનાં અનેક મંદિરોમાં ધાર્મિક-કાર્યક્રમો બાદ મહાપ્રસાદ યોજાયો હતો. માનવજ્યોત સંસ્થા ભુજને વધી પડેલો મહાપ્રસાદ લઇ જવા ૨૩ મંદિરો-સમાજવાડીઓમાંથી ફોન આવ્યા હતા. સંસ્થાએ વધી પડેલો પ્રસાદ એકઠો કરી ગરીબોનાં ઝુંપડે પહોંચાડતા ૩ હજાર જેટલા ગરીબોએ પણ માતાજીનો મહાપ્રસાદ લીધો હતો અને ખુશી અનુભવી હતી. વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, […]

છેલ્લા શ્રાદ્ધે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવવા ૧૭ પરિવારો આશ્રમ સુધી પહોંચ્યા

ભાદરવાવીદ અમાસનાં દિવસે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને સ્વર્ગસ્થ સ્વજનોનાં શ્રાદ્ધ નિમિત્તે સ્વહસ્તે ભોજન કરાવવા ૧૭ પરિવારો આશ્રમ સુધી પહોંચ્યા હતા. પ્રારંભે જમનાદાસભાઇ માંડલે ધુન બોલાવી હતી. પોતાનાં સ્વર્ગસ્થની યાદમાં માનસિક દિવ્યાંગોને મિષ્ટાન, ફરસાણ સાથેનું ભોજન જમાડીએ પુણ્યાત્માઓનાં આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી. અને ધન્યતા અનુભવી હતી. અમાસનાં દિવસે […]

પદયાત્રિકો માટેનાં કેમ્પોનું વધી પડેલું રાશન મિષ્ટાન-ફરસાણ માનસિક દિવ્યાંગો માટે અપાયા

માતાનામઢ જતા પદયાત્રિકો માટે દરેક વ્યવસ્થાઓ સાથેનાં કેમ્પોએ પદયાત્રિકોની સુંદર સેવાઓ કરી હતી. વર્ધમાનનગર પાસેનાં થરપારકર લોહાણા યુવક મંડળ ગાંધીધામ તથા રવાપર પાસેનાં મા આશાપુરા મિત્ર મંડળ નવીનાળ કેમ્પનાં સંચાલકોએ વધી પડેલો મિષ્ટાન, ફરસાણ, રાશન, મસાલા, તેલ, લોટ તથા અન્ય સામગ્રી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા- કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં રોજિંદા ભોજન માટે […]

બાળશ્રમયોગીને અલ્પાહાર સાથે શૈક્ષણિક કીટ અપાઇ

ઇન્ટરેકટ કલબ ઓફ શેઠ વી.ડી. હાઇસ્કુલ ભુજ સ્પોન્સર રોટરી કલબ ઓફ ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી ભગવતીધામ વિદ્યા મંદિરનાં બાળશ્રમયોગીઓને અલ્પાહાર,ચોકલેકટ, બિસ્કીટ સાથે લંચ બોક્ષ અને શૈક્ષણિક કીટ આપવામાં આવેલ. પ્રારંભે સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવરે બાળશ્રમયોગી શાળા વિષે માહિતી આપી હતી. ઉર્મિલભાઇ હાથી, પરાગભાઇ ઠક્કર, જયશ્રીબેન ગોર તથા કલબનાં આસુતોષ શાહ, આદિત્ય સુથાર, […]

ભુજમાંથી મળેલા બિહારનાં યુવાનનું ૧૦ વર્ષે પરિવારજનો સાથે થયું મિલન

બિહાર રાજ્યનાં જમુ જિલ્લાનાં ડુમરી તાલુકાનાં રાજપુર ગામનો યુવાન મોરારી મંડલ ૧૦ વર્ષ પછી પોતાનાં ઘર સુધી પહોંચ્યો છે અને પરિવારજનો સાથે ફેરમિલન થયું છે. આ યુવાનની પરિવારજનો સતત શોધ ચલાવી રહ્યા હતા. પણ કયાં પણ તેનો અતો પતો ન મળતાં પરિવારજનો નિરાશ થયા હતા. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં પ્રારંભે સિનિયર […]