મોટી સ્કુલનાં બાળકો નાની સ્કુલનાં બાળકોને મદદરૂપ બન્યા

એચ.જે.ડી. ઇન્સ્ટીટ્યૂટ કેરાનાં વિદ્યાર્થી ભાઇ-બહેનોએ સંસ્થાનાં ચેરમેન શ્રી જગદીશભાઇ હાલાઇ, ઇન્સ્ટીટ્યૂટ કોર્ડીનેટર રસીલાબેન હીરાણી, શાળાનાં આચાર્ય દિપાબેન નાયરનાં માર્ગદર્શન હેઠળ કપડા, રમકડા, શૈક્ષણિક સાધનો એકઠા કરી માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત કોલીવાસ મધ્યે આવેલ શ્રી ભગવતીધામ વિદ્યા મંદિરનાં બાળશ્રમયોગીઓને અર્પણ કર્યા હતા. દિપાલી પર્વે એકઠી કરાયેલી દરેક વસ્તુઓ બાળકોને ખૂબ જ ઉપયોગી બનતાં બાળકોએ ખુશી વ્યક્ત […]

દિપાલીપર્વ નિમિત્તે ૫૦૦ મહિલાઓને પાંચ-પાંચ સાડીઓ અર્પણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શહેરનાં ઝુંપડા અને ભૂંગામાં રહેતા ગરીબ અને શ્રમજીવી પરિવારોની મહિલાઓ પણ દિપાલીપર્વની ઉજવણી મનાવી શકે તેવા હેતુ સાથે શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલ ઝુંપડા-ભુંગાઓ સુધી જઇ જરૂરતમંદ પરિવારોની મહિલાઓને પાંચ-પાંચ સાડી અર્પણ કરી દિપાવલીપર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ. મહિલાઓએ ખુશી વ્યક્ત કરી સંસ્થાની સેવાઓને બિરદાવી હતી. ૫૦૦ મહિલાઓને આ સાડીઓ અર્પણ કરાઇ હતી. […]

સંસ્કાર એવોર્ડ અર્પણ કરાયો

સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ, સંસ્કાર સ્કુલ ભુજ દ્વારા માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરને “સંસ્કાર એવોર્ડ” અર્પણ કરાયો હતો. સંસ્કાર સ્કુલમાં યોજાયેલ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં સ્કુલનાં તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભુજ અને સમગ્ર કચ્છમાં માનવજ્યોતની જ્યોત પ્રગટાવનાર પ્રબોધ મુનવરની માનવસેવા અને જીવદયાની પ્રવૃત્તિઓની નોંધ લઇ કચ્છ મોરબીનાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાનાં વરદ્‌ હસ્તે સન્માન કરી […]

ભારતમાં દરરોજ કરોડો લોકો ભૂખ્યા પેટે સુઇ જાય છે ત્યારે ભુજમાં થતી પ્રવૃત્તિથી અનેક ગરીબોનાં પેટનો ખાડો પૂરાય છે

ભારતમાં દરરોજ કરોડો લોકો ભૂખ્યા પેટે સૂઇ જાય છે. ત્યારે માનવજ્યોત સંસ્થા ભુજ તથા શ્રી રામદેવ સેવાશ્રમ -પાલારા દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી ભોજન સમારંભોની વધી પડેલી રસોઇ ગરીબોનાં ઝુંપડા સુધી પહોંચાડવામાં આવે છે. શહેરમાં લગ્ન પ્રસંગો, ધાર્મિક પ્રસંગો, ભાગવત કથાઓ, સામાજિક પ્રસંગો, તહેવારોની ઉજવણી, કે અન્ય શુભ પ્રસંગે યોજાતા ભોજન સમારંભો અને મહાપ્રસાદોમાં અનેક ઘણી […]

૫૦૦ શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ કરાશે શ્રમજીવીકોને મીઠાઇ તથા કપડા વિતરણ કરાશે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દિપાલી પર્વ નિમિત્તે ગરીબોનાં ઝુંપડે સાડી તથા મીઠાઇનું વિતરણ કરવામાં આવશે. માનવજ્યોત તથા શ્રી રામદેવ સેવાશ્રમનાં શ્રી પ્રબોધ મુનવર તથા સુરેશભાઇ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ દિવાળી નિમિત્તે ૫૦૦ શ્રમજીવી મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવશે. શ્રમજીવીકોનાં ૩૦૦ બાળકોને નવા વ†ો અર્પણ કરાશે. તેમજ ગરીબોનાં ઝુંપડે ૫૦૦ બોક્ષ મીઠાઇનાં વિતરણ કરવામાં આવશે. ભુજવાસીઓ દ્વારા […]

૨૦ માનસિક દિવ્યાંગો સ્વસ્થ બનતાં ઘર તરફ પ્રયાણ કર્યું દિપાવલી પર્વ પોતાના પરિવારજનો સાથે મનાવશે

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ સ્થળેથી ૧૭ અને માનસિક આરોગ્યની હોસ્પીટલ ભુજથી ૩ મળી ૨૦માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની વર્ષો પછી પોતાનાં ઘર તરફ જવા પ્રયાણ કર્યું હતું. અહીંથી તેઓને શ્રદ્ધા ફાઉન્ડેશન કર્જત મોકલવામાં આવેલ. ત્યાંથી તેઓને તેમનાં ઘર સુધી પહોંચાડવામાં આવશે. આ દરેક માનસિક […]

ડેન્ગ્યુ તાવને નાથવા લોક જાગૃતિ રૂપે ૧૦ હજાર પેપ્લેટસ વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ડેન્ગ્યુ તાવને નાથવા લોકજાગૃતિ રૂપે લોકોને માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવી રહ્યું છે. ડેન્ગ્યુનાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા જરૂર સૂચનો સાથે લોકોને ઉપયોગી થાય તેવી સમજપુરી પાડવામાં આવી હતી. અબડાસાનાં-૨૮, માંડવીનાં-૩૨, મુન્દ્રાનાં ૩૫ તથા ભુજ અને અંજાર શહેરોમાં ડેન્ગ્યુ તાવને નાથવાની માહિતી પૂરી પાડતા ૧૦ હજાર પેપ્લેટસોનું વિતરણ […]

૨૬ વર્ષથી કચ્છમાં ડોકટર તરીકે સેવા આપતા ડોકટર પોતે આશ્રમમાં રહી સારવાર લઇ રહ્યા છે

૩૨ વર્ષથી ડોકટર તરીકે ફરજ બજાવતા ડો. ફન્દીદ્રભૂષણ સહાય ઉ.વ. ૬૦ (એમ.બી.બી.એસ.) ની અચાનક માનસિક સ્થિતિ બગડતા જખૌ (અબડાસા) થી ભુજ સુધી પહોંચ્યા હતા. આખી રાત ભુજમાં પગે ચાલીને રખડ્યા પછી પણ કોઇ કયાં આશ્રય મળ્યો નહતો. એમની પાસે ચાર હજાર રૂપિયા ખિસ્સામાં હતા એ પણ રાત્રે કોઇકે સેરવી લીધા. સવાર થતાં જ ખ્યાલ ન […]

બાયઠમાંથી મળેલા યુવાનનું ૧ વર્ષે પરિવારજનો સાથે થયું મિલન

માંડવી તાલુકાનાં બાયઠ ગામમાંથી એક માનસિક દિવ્યાંગ યુવાન મળી આવતાં જાગૃત લોકોએ તેને ગઢશીશા પોલીસ સ્ટેશને પહોંચાડ્યો હતો. ગઢશીશા પોલીસે તેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે પહોંચાડ્યો હતો. મળી આવેલ યુવાને પોતાનું નામ મોહમદ સીધીક બલાઉદીન ઉ.વ. ૪૫ બિહારનાં સહરસા જિલ્લાનાં બરિયાહી ગામનો વતની હોવાનું જણાવતા ત્યાં રહેતા પરિવારજનોને જાણ કરતાં […]

યુવાન માતા, બાળકી સાથે મળી આવતાં આશ્રય સ્થાન અપાયું

માનવજ્યોત સંસ્થા ભુજને ગાંધીધામ થી કોઇક અજાણી વ્યÂક્તનો ફોન આવેલો કે, ગાંધીધામનાં બાયપાસ એક રોડના પુલીયા ઉપર એક યુવાન મહિલા તેની બાળકી સાથે છેલ્લા સાત દિવસથી બેઠેલી છે. વાસનાં ભૂખ્યાઓનો ભોગ બની રહી છે. ગાંધીધામથી ત્યાર બાદ એજ અજાણી વ્યÂક્તએ કહેલ કે, નાની બાળકીને એક બહેન દત્તક લેવા માગે છે અને મહિલાને તમારી પાસે ભુજ […]