દો ગજકી દૂરી… માસ્ક જરૂરી

કોરોના મહામારી સંકટમાં માસ્ક અતિ જરૂરી હોઇ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા જેમની પાસે માસ્ક નથી અથવા જેઓ મોઢા ઉપર માસ્ક બાંધતા નથી તેવા લોકોને નિઃશુલ્ક માસ્ક આપવા વિરાંગના સ્કવોર્ડનાં આઠ બહેનોને દરેકને ૫૦-૫૦ માસ્ક અર્પણ કરાયા હતા.

માસ્ક નહીં તો વાત નહીં… તમે કેમ ગાફેલ ? હજીયે છો ગાફેલ ? દો ગજકી દૂરી… માસ્ક જરૂરી…. ની સમજ લોકો સુધી પહોંચાડાશે.

વિરાંગનાં સ્કવોર્ડનાં શીતલબેન નાઇ, ગાયત્રીબેન બારોટ, જશોદાબેન ધ્રાંગી, જયશ્રીબેન સાધુ, જાશ્મીનબેન કુંભાર, રમીલાબેન સાધુ, ભાવનાબેન ભરાડીયા તથા સોનલબેન ચૌધરી જે લોકો માસ્ક વિના ફરે છે તેમને માસ્ક આપી સમજ પૂરી પાડશે.

માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, રફીક બાવાએ જુના એસ.ટી. બસ સ્ટેશન વિસ્તાર, વાણિયાવાડ ગેટ, નવી શાકમાર્કેટ વિસ્તારમાં આવતા-જતા લોકોને માસ્ક વિતરણ કર્યા હતા. આભાર દર્શન સખી સહેલી સ્વ સહાય જુથ જન જાગૃતિ કેન્દ્રનાં અનીતાબેન ઠાકુરે કરેલ.