બાળશ્રમયોગીને અલ્પાહાર સાથે શૈક્ષણિક કીટ અપાઇ

ઇન્ટરેકટ કલબ ઓફ શેઠ વી.ડી. હાઇસ્કુલ ભુજ સ્પોન્સર રોટરી કલબ ઓફ ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી ભગવતીધામ વિદ્યા મંદિરનાં બાળશ્રમયોગીઓને અલ્પાહાર,ચોકલેકટ, બિસ્કીટ સાથે લંચ બોક્ષ અને શૈક્ષણિક કીટ આપવામાં આવેલ. પ્રારંભે સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવરે બાળશ્રમયોગી શાળા વિષે માહિતી આપી હતી.

ઉર્મિલભાઇ હાથી, પરાગભાઇ ઠક્કર, જયશ્રીબેન ગોર તથા કલબનાં આસુતોષ શાહ, આદિત્ય સુથાર, મુકેશ મોઢ, જસવંત રાઠોડ તથા વિદ્યાર્થીઓએ બાળકોને અભ્યાસમાં વધુને વધુ આગળ ધપવા સમજ પૂરી પાડી હતી. શાળા પરિવાર વતી બિંદીયાબેન પંડયાએ આભારની લાગણી વ્યક્ત કરેલ.