દિવ્યાંગ વ્યક્તિઓને સમાન તક આપવા તેમના અધિકારોની અનુભૂતિ કરાવવા માટે દર વર્ષે ૩ ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ભારતનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વિકલાંગો માટે દિવ્યાંગ શબ્દથી સંબોધી તેમને ખૂબ માન- સન્માન આપ્યું છે. કેન્દ્ર-રાજ્ય સરકારે દિવ્યાંગો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. માનસિક દિવ્યાંગો પણ કર્માધીન છે. માનસિક દિવ્યાંગો સ્વસ્થ બની રોજગાર સાથે જોડાઇ શકે છે. આવી વિવિધ સમજ પણ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે. દિવ્યાંગો માટેનાં કાયદાઓની સમજ પણ આપવામાં આવે છે. જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા સમગ્ર કચ્છમાં દિવ્યાંગો માટેનાં કાયદાઓ- યોજનાઓની સમજ આપવામાં આવતી રહે છે.
ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલ, સેવાભાવી સંસ્થાઓ, સરકારી મનોચિકિત્સક ડોકટરશ્રીઓ, પ્રાઇવેટ મનોચિકિત્સક હોસ્પીટલો તથા ડોકટરશ્રીઓ આવા માનસિક દિવ્યાંગો માટે કાર્ય કરતા હોય છે. આવી દિવ્યાંગ વ્યક્તિઓ પણ સમાજનો એક ભાગ છે. તેમને કાયમી સન્માનની દ્રષ્ટિએ જોવા જોઇએ. તેવી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સમજ અપાય છે.
વિશ્વ દિવ્યાંગ દિવસે ભુજનાં ત્રણ જજશ્રીઓએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લઇ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
ચિહ્ન જયુડિસીયલ મેજીસ્ટ્રેટ શ્રી પી.સી.સોની સાહેબ, બીજા અધિક ચિક જયુડિસીયલ મેજીસ્ટ્રેટ શ્ર એમ.એમ. પરમાર સાહેબ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સચિવ શ્રી આર.બી. સોલકીસાહેબે વિશ્વ દિવ્યાંગ દિવસે સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગોનાં ખબર અંતર પૂછયા હતા. સંસ્થાની માનસિક દિવ્યાંગોને ઘર શોધી આપી ઘર સુધી પહોંચાડવાની પ્રવૃત્તિની સરાહના કરી હતી.
પેરાલીગલ વોલીન્ટીયરો પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની તથા માનવજયોતનાં શ્રી સુરેશભાઇ માહેશ્વરી, રીતુબેન વર્મા, મધુભાઇ ત્રિપાઠીએ આવકાર આપ્યો હતો

