ભુજથી પાલારા માર્ગે સનદાદા રોડનાં ખૂણે સિમેન્ટની તકતી પાછળની ઝાડીમાંથી એક ચાર માસની જીવીત બાળકી મળી આવી હતી. દરરોજ સવાર-સાંજ પાલારા શ્રી રામદેવ સેવાશ્રમ જઇ રહેલા માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવર તથા વાહન ચાલક ઇરફાન લાખાએ વાહનમાંથી સનદાદા માર્ગે ખૂણામાં ઝાડી નીચે કપડું ઉડતું જાયું અને કોઇક બાળક રડતું હોય તેવો અવાજ સાંભળી તુરત જ ગાડી […]
Category Archives: Activities
મકરસક્રાંતિ પર્વ નિમિત્તે જુદી-જુદી સોસાયટી, ફળિયા, શેરી અને સંસ્થાઓમાં ધાબા ઉપર બપોરનાં ભોજન યોજાયા હતા. જેમાં વધી પડેલો ૩૦૦ કિલો ઉધીયું તથા મુઠીયા, ખાંડવી વિગેરે માનવજ્યોત સંસ્થાએ એકઠું કરી ગરીબોનાં ઝુંપડે વિતરણ કરતાં ૩ હજાર ગરીબોએ ઉધીંયાનો સ્વાદ માણી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. એમનાં નાના ભૂલકાઓએ પણ આનંદ માણ્યો હતો. કેટલાક યુવકો-યુવતીઓએ વધી પડેલ […]
માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મકરસંક્રાંતિ પર્વની ઉજવણી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે કરવામાં આવી હતી. પવિત્ર મકરસંક્રાંતિ પર્વે દાન-પૂન કરવાનાં ભાવ સાથે અનેક પુણ્યશાળીઓ માનસિક દિવ્યાંગોનાં પાલારા મધ્યે આવેલ શ્રી રામદેવ સેવાશ્રમ મધ્યે પહોંચ્યા હતા. આશ્રમે સવારથી જ પુણ્યશાળી આત્માઓ અહીં ઉમટી પડ્યા હતા. માનસિક દિવ્યાંગોને નવા વસ્ત્રો , ખાવા- પીવાની વસ્તુઓનું સ્વહસ્તે વિતરણ કરી પૂણ્યનું […]
ભુજમાં અચાનક માવઠું થતાં વરસાદ અને ઠંડી વચ્ચે ઝુંપડા અને ભૂંગામાં રહેતા લોકોને માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા બિસ્તર વિતરણ કરવામાં આવ્યા હતા. ઓઢવા-પાથરવાની ગરમ જરૂરી વસ્તુઓ પ્રાપ્ત થતાં આવા પરિવારોને પણ ઠંડી સામે રક્ષણ મળતા અનેક પરિવારોએ ખુશી વ્યક્ત કરી હતી.વિતરણ વ્યવસ્થા પ્રબોધ મુનવર, રફીક બાવા, સલીમ લોટા, વિક્રમ રાઠીએ […]
શ્રી શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપ-મુંબઇ દ્વારા દાતાશ્રી શ્રીમતિ ભારતીબેન ભાગચંદ દામજી જૈન ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઇનાં સહયોગથી ગ્રુપ અધ્યક્ષ જયેશ જૈન, ઉપાધ્યક્ષ ગોવિંદજી પટેલ તથા ઉપાધ્યક્ષ પ્રવિણ લોડાયાના માર્ગદર્શન હેઠળ કચ્છમાં અબડાસા,ગાંધીધામ, મુન્દ્રા, માંડવી વિસ્તારોમાં રહેતા સમાજનાં ૮૦ સાર્ધમિક પરિવારોને ૨૧ વસ્તુઓ સાથેની રાશન સામગ્રી ઘરો ઘર જઇ હાથો હાથ અર્પણ કરવામાં આવેલ. દરેક જિનાલયોમાં ઉપકરણોની […]
માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છનાં માનસિક દિવ્યાંગોને ગરમ વસ્ત્રો સ્વહસ્તે પહેરાવી કચ્છ અને મોરબી વિસ્તારનાં સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડાએ તેમને ઠંડી સામે રક્ષણ અપાવ્યું હતું. આશ્રમની મુલાકાતે આવેલા સાંસદશ્રી ને માનવજ્યોતનાં પ્રબોધ મુનવર તથા રમેશભાઇ માહેશ્વરીએ આવકાર આપ્યો હતો. સાંસદશ્રીએ સંસ્થાની માનવસેવા અને જીવદયાની પ્રવૃત્તિઓને બિરદાવી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. […]
મકરસક્રાંતિ નિમિત્તે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે. સંસ્થાનાં શ્રી પ્રબોધ મુનવર તથા શ્રી સુરેશભાઇ માહેશ્વરીનાં જણાવ્યા મુજબ શ્રી રામદેવ સેવાશ્રમના માનસિક દિવ્યાંગોને ભાવતા ભોજનીયા પીરસવામાં આવશે. એકલા અટુલા- નિરાધાર વૃદ્ધોને ટીફીન દ્વારા ભોજન પહોંચાડવામાં આવશે. ઝુંપડાઓમાં જઇ ગરીબોને ભોજન અપાશે. રંક બાળકોને તથા બાળશ્રમયોગીઓને ભોજન જમાડાશે. પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા, ગાયોને […]
સમગ્ર કચ્છમાં જયારે ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. લોકો ઠંડીથી થરથરી રહ્યા છે. ત્યારે માર્ગોમાં પડ્યા- પાથર્યા રહેતા લોકો, ખુલ્લામાં સૂતા લોકો, તથા ભૂંગા અને ઝુંપડાઓમાં પોતાનાં બાળકો સાથે રહેતા શ્રમજીવીક પરિવારોની વહારે મુંબઇની શ્રી વર્ધમાન શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ પરેલ સંસ્થા આવી છે. આ સંસ્થા દ્વારા ગરમ ધાબડા વિતરણ કાર્યનો પ્રારંભ માતાનામઢ, નારાયણસરોવર, […]
વર્ધમાનનગર-કચ્છનાં સહિયર મહિલા મંડળે નવા વર્ષે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોને અલ્પાહાર કરાવી પુન્યનું કાર્ય કરી નવા વર્ષની અનોખી ઉજવણી કરી હતી. આ કાર્યમાં મંડળનાં ૬૦ બહેનો સાથે જાડાયા હતા. વર્ધમાનનગરનાં સરપંચ શ્રી જ્યોતિબેન વિકમશી, કલ્પનાબેન ઝવેરી, સહિયર મહિલા મંડળના પ્રમુખ ભારતીબેન શાહ, પનાબેન શાહ, કલ્પાનાબેન દેસાઇ, લક્ષાબેન, સંગીતાબેન સંઘવી, […]
દાતાશ્રી આકાશ ગણેશ પટેલ તથા તુલસી ફેશન મોલ દ્વારા શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં ગરીબોનાં ઝુંપડે જઇ ૨૫૦ ગરમ ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આકાશ પટેલ, માનવજ્યોતનાં પ્રબોધ મુનવર, રફીક બાવા તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. હોટેલ સહારા પેલેસ દ્વારા મોહમદહયાત ચાકીનાં સહયોગથી ૫૦ ધાબડા જરૂરતમંદોને માનવજ્યોત સંસ્થા ભુજનાં માર્ગદર્શન હેઠળ વિતરણ કરાયા હતા. […]








