6 દિવ્યાંગ ભાઇ-બહેનોને ટ્રાયસિકલો અર્પણ કરાઇ

માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા 6 દિવ્યાંગ ભાઇ-બહેનોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર ફરતા કરાતાં દિવ્યાંગોએ ખુશી વ્યક્ત કરી હતી. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 530 દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરાઈ છે. સ્વ. ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર વર્ધમાનનગર-કચ્છ હસ્તે રમાબેન શીરીષ મહેતા-અમેરીકા દ્વારા-ત્રણ, સ્વ. અનીલભાઇ એમ. મહેતા હસ્તે રશ્મીબેન અનીલભાઇ મહેતા-વર્ધમાનનગર-કચ્છ દ્વારા ત્રણ […]

જીલ્લા પંચાયત અધ્યક્ષશ્રીએ માનવજ્યોતની પ્રવૃત્તિઓને બિરદાવી

કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજાએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લઇ, સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓને બિરદાવી હતી. માનસિક દિવ્યાંગોએ દેશભક્તિનાં ગીતો રજુ કર્યા હતા. ઘર-પરિવારથી અને ગામ-શહેર- રાજ્યથી વિખુટા પડી ગયેલા માનસિક દિવ્યાંગ-ભાઇ-બહેનોનું પરિવાર સાથે કરાવાતું મિલન પ્રશંસનીય છે. આ પ્રવૃત્તિ અને સંસ્થાનું સેવાકીય કાર્ય સરાહનીય […]

ઝારખંડનાં પિતા-પુત્ર અને પતિ-પત્નિનું ૧૨ વર્ષે થયું મિલન ઝારખંડના સાંસદ પરિવારની મદદે આવ્યા

ઝારખંડ રાજ્યનાં રાઠી જીલ્લા, સીલી તાલુકાનાં બારાચાંગડુ ગામો યુવાન કૃષ્ણ લોહરા ઉ.વ. ૪૮ ગુમ થતાં પરિવારજનોએ સતત ચિંતા સેવી તેની શોધખોળ છ વર્ષ સુધી ચાલુ રાખી હતી. પુત્રનાં લગ્ન થવાના હતા. પણ પિતા ગુમ થતાં પુત્રનાં લગ્ન રદ થયા હતા. બાદમાં ગામ અને સમાજવાસીઓનાં માર્ગદર્શનથી તેને મૃત ઘોષિત કરી તેની શાસ્ત્રોક્ત વિધિ સાથે સારામણુંપૂરું કરી […]

રખડતા-ભટકતા માનસિક દિવ્યાંગો કચ્છ પહોંચે ત્યારે આ તેમનું છેલ્લું સ્ટેશન

દેશભરમાંથી કચ્છ સુધી પહોંચતા માનસિક દિવ્યાંગો પોતાનું ઘર સુધી પહોંચી રહ્યા છે. માનવજ્યોત સંસ્થા ભુજની સક્રિયતાના કારણે દેશભરમાંથી રખડી-ભટકી ભુજ સુધી પહોંચતા માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થા તેમનાં ઘર સુધી પહોંચાડે છે. વર્ષોથી રખડી-ભટકી રહેલા માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો જયારે ભુજ આવી પહોંચે ત્યારે આ તેનું છેલ્લું સ્ટેશન બની રહે છે. માનવજ્યોત સંસ્થા તેમનું ઘર-પરિવાર શોધી આપી […]

દિલ્હીનો ગુમ યુવાન 6 વર્ષ પછી મળી આવ્યો૮૫ વર્ષીય પિતાએ ભુજ આવી પુત્રનો કબ્જો લીધો

દિલ્હી (ઇસ્ટ) નો યુવાન દિપકકુમાર પ્રેમદાસ ઉ.વ. 30 છવર્ષ પહેલા દિલ્હીથી ગુમ થયેલ. પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા. તે જુદા-જુદા રાજ્યોમાં સતત રખડતો-ભટકતો રહ્યો હતો. આખરે તે રખડતો-ભટકતો બાયડનાં જય અંબે મંદબુદ્ધિ સમાજ સેવાશ્રમ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંના સંચાલકો અશોકભાઇ જૈન તથા ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ તેની ખૂબ જ સારી સેવા કરી. માનવજ્યોતનાં સામાજિક […]

શ્રી કચ્છી લાલ રામેશ્વર અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત અને શ્રી રામરોટી કેન્દ્ર-ભુજને અન્નદાન અર્પણ કરાયું

શ્રી કચ્છી લાલ રામેશ્વર આશ્રમ અન્નક્ષેત્ર ટ્રસ્ટ હરિદ્વાર દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં ભોજન માટે, એકલા-અટુલા- નિરાધાર વૃદ્ધ વડીલોની ટીફીન સેવા માટે, બાળશ્રમયોગીઓ તથા રંક બાળકોનાં ભોજન માટે તથા ભૂખ્યાને ભોજન આપવા માટે દોઢલાખ રૂપિયાનું અન્નદાન અપાયું હતું. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વર્ષોથી […]

શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યેમાનસિક દિવ્યાંગો વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયા

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે માનસિક દિવ્યાંગોને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવ્યા છે. કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગો જ્યારે માનવજ્યોત સંસ્થા સુધી પહોંચે છે ત્યારે સેવાશ્રમ સ્થળે આવા માનસિક દિવ્યાંગોને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવે છે. માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને દરરોજ યોગા કરાવવામાં આવે છે. ટી.વી.નાં સારા-સારા કાર્યક્રમો બતાવવામાં […]

શિયાળીની ઠંડી સામે જરૂરતમંદ લોકોને જાકીટ-ધાબડાથી સજ્જ કરાયા

શિયાળાની ઠંડીની શરૂઆત થતાં જ ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ખુલ્લામાં પડ્યા પાથર્યા રહેતા લોકોને ઠંડી સામે રક્ષણ આપવાનું કાર્ય શરૂ કરાયું છે. જ્યાં જ્યાં લોકો ખુલ્લામાં બેઠેલા નજરે ચડે ત્યાં ત્યાં તેમને જાકેટ પહેરાવી ધાબડો ઓઢાળવામાં આવે છે. જરૂરતમંદ લોકોને ઠંડી સામે રક્ષણ મળે એવા ઉદેશ સાથે ધાબડા વિતરણ કાર્ય શરૂ કરી દેવાયું છે. જેમ-જેમ […]

અમેરિકાની મિશિગન યુનિવર્સિટીનાં પ્રતિનિધિઓએ માનવજ્યોત સંસ્થાની મુલાકાત લીધી

અમેરિકાની પ્રસિદ્ધ મિશિગન સ્ટેટ યુનિવર્સિટીનાં પ્રતિષ્ઠિત પ્રતિનિધિ મંડળે ભુજની માનવજ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લઇ માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવાઓ નજરે નિહાળી સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી. અમેરિકાથી આવેલા ડોકટર રેબકા, ડોકટર એણેટ તથા કચ્છનાં વિદેશ રહેતા દાનવીર દાતા અને શ્રેષ્ઠીવર્ય શ્રી રમેશભાઇ મગનલાલ દેઢીયાના સુપુત્રી નિશાબેન દેઢીયાએ સંસ્થાની મુલાકાત લીધી હતી. […]

પાંચ ગંગાસ્વરૂપ મહિલાઓને સિવણ મશીનનો અર્પણ કરાયા

ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા દાતાશ્રી સ્વ. અનીલભાઇ એમ. મહેતા હસ્તે રશ્મીબેન અનીલભાઇ મહેતા વર્ધમાનનગર પરિવારનાં સહયોગથી પાંચ ગંગાસ્વરૂપ મહિલાઓને સિવણ મશીનો અર્પણ કરાતાં ગંગાસ્વરૂપ મહિલાઓએ અનેરી ખુશી વ્યક્ત કરી હતી. અત્યાર સુધીમાં માનવજ્યોત સંસ્થાએ ૬૬૬ ગંગાસ્વરૂપ મહિલાઓને સિલાઇ મશીનો અર્પણ કરી પગભર કરવાનાં પ્રયત્નો કર્યા છે. દાતાશ્રીની અંતરની ભાવનાઓને બિરદાવી દાતા પરિવારશ્રીનો આભાર માનવામાં આવેલ. […]