16-16 વર્ષ પછી પિતા-પુત્રો અને ભાઇ-ભાઇ તથા પતિ-પત્નીનું મિલન યુવાનને સત્કારવા ગામ લોકો ઉમટી પડ્યા.

મહારાષ્ટ્રનાં નાશિક જીલ્લાનાં લાસલર્ગાંવનો સંજય એકનાથ એલેજે ઉ.વ. 40 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. છતાં કયાં પણ એનો અતો-પતો નમળતાં પરિવારજનો ખૂબ જ નિરાશ થયા હતા. તેદેશનાં જુદા-જુદા રાજ્યો, શહેરો, ગામડાઓમાં સતત રખડતો-ભટકતો રહ્યો હતો. તેણે અનેક દુઃખો વેઠી આફતોનો સામનો કર્યો. આખરે તે સોમનાથનાં “નિરાધારનો આધાર,, માનવસેવા આશ્રમ મધ્યે પહોંચ્યો હતો.ત્યાંનાં […]

વડીલોના વિસામા માટે માનવજ્યોતને બીકેટી કંપની દ્વારા સવા પાંચ લાખનું અનુદાન અપાયું.

બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ બીકેટી પદ્ધર-મુંબઇ દ્વારા કચ્છમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અનેક સેવાકાર્યોમાં બીકેટી કું. નો સહયોગ કચ્છને મળતો રહ્યો છે. કચ્છમાં માનવસેવા, જીવદયા, પર્યાવરણ અને વ્યસનમુક્તિ તથા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવ જ્યોત સંસ્થાને “વડીલોનો વિસામો,, માટે 1 રૂમ માટે રૂપિયા સવા પાંચ લાખનો ચેક નિવૃત્ત કર્નલઅને સીએસઆર હેડ શુભેન્દ્રભાઇ અંજારીયા, […]

માનવજ્યોતનાં કુંડા-ચકલીઘર જાપાન પહોંચ્યા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાં પક્ષીઓને પીવા પાણી મળી રહે તથા ચકલીઓને રહેવા ચકલીઘર મળી રહે તેવા હેતુ સાથે કચ્છભરમાં ઠેર-ઠેર ચકલીઘરો તથા કુંડાઓલટકાવવામાં આવ્યા છે. જાપાન ની મહિલાએ માનવજ્યોત કાર્યાલયની મુલાકાત લઇ કુંડા-ચકલીઘર લઇ વિદેશની ધરતી જાપાન સુધી પહોંચાડયા હતા. તેમને રૂપકડા ચકલીઘર-કુંડા ખૂબજ ગમ્યા હતા. જેને જોઇ ખુશી […]

મુમુક્ષ હિતાંશીબેને પોતાનો જન્મદિવસ માનસિક દિવ્યાંગો વચ્ચે ઉજવ્યોત્રણે બેનો આગામી તા. 24 ના માનકુવા મધ્યે દીક્ષા અંગીકાર કરશે

આગામી તા. 24-6 ના સંયમનગરી માનકુવા-કચ્છ મધ્યે દીક્ષા અંગીકાર કરનાર મુમુક્ષુ બંસીબેન, મુમુક્ષુ કેન્સીબેન, મુમુક્ષુ હિતાંશીબેને માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે પાવનપગલા પાડી આશ્રમનાં માનસિક દવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું. મુમુક્ષુ હિતાંશીબેને પોતાનો જન્મદિવસ માનસિક દિવ્યાંગો વચ્ચે ઉજવ્યો હતો. માનવજ્યોત દ્વારા ત્રણે મુમુક્ષુનું સંસ્થાનાં અધ્યક્ષ પ્રબોધ મુનવર તથા આનંદ રાયસોનીએ હાર, […]

મુસ્લિમ યુવાનનું 12 વર્ષે પરિવાર સાથે થયું મિલન માનવજ્યોતે 10 દિવસમાં ઘર શોધી આપ્યું

બિહારનાં કિશનગંજ જીલ્લાનાં ઠાકુરગંજનો મુસ્લિમ યુવાન અનવરલુ ઉ.વ. 17 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. ત્યાર પછી તે દેશનાં જુદા-જુદા રાજ્યોમાં સતત રખડતો-ભટકતો રહ્યો હતો. કોઇકરાજ્યનાં કોઇક શહેરમાં વાડીએ નોકરી લાગ્યો. મશીનથી ઘાસચારો કાપતાં મશીનમાં તેનો જમણો હાથ આવી જતાં તેનો અડધો હાથ કપાઇ ગયો હતો. ત્યાર બાદ અન્ય શહેરની હોટેલમાં કામે લાગ્યો. […]

મધ્યરાત્રિએ ભુજ પહોંચેલી એકલી અટુલી યુવતીની મદદે યુવાનો આવ્યા

મધ્યરાત્રિએ ગાંધીનગર-ભુજ ટ્રેનમાં ભુજ રેલ્વે સ્ટેશનને ઉતરેલી એકલી-અટુલી-સ્વરૂપવાન મહિલા મુંઝાઇ ગઇ. 30 વર્ષિય આ મહિલા ટ્રેનમાંથી બધા જ મુસાફરો ઉતરી ગયા પછી પણ પ્લેટફોર્મ ઉપર ઉભેલી નજરે પડી.ત્યાર બાદ ગેટ પાસે ઉભી રહી. હવે જવું તો પણ કયાં જવું એવું વિચારતી રહી. સ્વરૂપવાન અને પંજાબી ડ્રેસમાં સજજ મહિલા ચિંતાતુર બની. રાત્રિનો સમય…હવે કયાં જવું… રેલ્વે […]

દીલ્હીનાં દિવ્યાંગ યુવાનને ઘર-પરિવાર શોધી અપાયા માતા-પુત્રનું છ વર્ષે થયું મિલન

દીલ્હીનો યુવાન ધર્મેન્દ્ર ઉ.વ. 26 તે અચાનક ગુમ થયો હતો. પગથી દિવ્યાંગ પણ શિક્ષત યુવાન અનેક રાજ્યોમાં રખડતો ભટકતો રહ્યો હતો. આખરે તે રેલ્વે માર્ગે ભુજ પહોંચ્યો હતો. તુફાન વાહન ચાલક રફીકભાઇ નોડેને તે રેલ્વે સ્ટેશન બહારથી મળતાં તેને માનવજ્યોત કાર્યાલયે પહોંચાડ્યો હતો. શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે તેને આશ્રય આપવામાં આવ્યો હતો. આશ્રમનાં સામાજિક […]

ભુજ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા માનસિક દિવ્યાંગોને ભોજન કરાવાયું સંસ્થાને અનુદાન અપાયું

ભુજ જૈન જાગૃતિ સેન્ટરે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ ની મુલાકાત લઇ સંસ્થાની પ્રવૃત્તિઓ નજરે નિહાળી આશ્રમનાં માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવ્યું હતું. ભુજ જૈન જાગૃતિ સેન્ટરનાં પ્રમુખ ધર્મેશ દોશી, મંત્રી કેતન મોરબીયા, હિતેશ શાહ, પરેશ શેઠ, સંજય મોરબીયા, ભાવેશ શાહ, કલ્પેશ મોરબીયા, મિતેશ લોદરીયા, સતીષ ગાંધી, દીનેશ મહેતા, તરફથી સંસ્થાને 11 […]

માનવજ્યોત દ્વારા વિશ્વપર્યાવરણ દિને 1 હજાર તુલસીરોપા વિતરણ કરાયા

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિશ્વપર્યાવરણ દિન નિમિત્તે ભુજની શરાફ બજાર પોલીસ ચાવડી પાસે, જયુબીલી ગ્રાઉન્ડ, એસ.ટી.બસ સ્ટેશન તથા ભીડ ગેટ વિસ્તારમાં આવતા જતા રાહદારીઓને તુલસીરોપા તથા કણેલનાં વૃક્ષો વિતરણ કરાયા હતા. તેમજ લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવીને ઉછેરવા અપીલ કરાઇ હતી.આ પ્રસંગે શહેરનાં જાણીતા ધારાશાસ્ત્રી શ્રી શંકરભાઇ સચદે, પોલીસ “સી,, ટીમનાં શીતલબેન નાઇ, રમીલાબેન શાહુ, […]

ભુજ કબીર મંદિર મહંતશ્રીનેજન્મદિને શુભેચ્છાઓ પાઠવાઇ

ભુજ કબીર મંદિરના મહંત શ્રી કિશોરદાસજી સાહેબે પોતાનાં જીવનની 78 વર્ષની મંજિલ કાપી 79 માં વર્ષમાં પ્રવેશ કરતા માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવાઇ હતી. માનવજ્યોત સંસ્થાનાં પ્રમુખ પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્ર્વરી, સહદેવસિંહ જાડેજાએ ભુજ કબીર મંદિર મધ્યે તેઓને શાલ,હાર, નાળિયેર અર્પણ કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. માનવજ્યોતની પ્રવૃત્તિઓમાં ભુજ કબીર મંદિર અને મહંત […]