માનવજ્યોતને શીકબેક વસ્તુઓ અર્પણ કરાઇ

પ્રેરણા મહિલા મંડળ ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને વ્હીલચેર-વોકર જેવી દર્દીઓને ઉપયોગી શીકબેક વસ્તુઓ અર્પણ કરાઇ હતી. વંદનાબેન ભાવસાર, મીરાંબેન જેઠી, નયનાબેન ગોસ્વામી, હંસાબેન ખત્રીનાં વરદ્ હસ્તે વસ્તુઓ સ્વીકારી માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધ મુનવર, આનંદ રાયસોની, દિલીપ સાયલાએ આભાર વ્યક્ત કર્યો હતો.

માનવજ્યોતને અનુદાન અપાયું

માનવસેવા-જીવદયા સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થાને ધનજીભાઇ કુંવરજી વાગડીયા-કેરાવાલા તરફથી રુ. 51 હજાર, એસ.એમ.બુક કીપીંગ સર્વિસ એલ.એલ.પી. દ્વારા રુ. 50 હજાર, સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઇ દ્વારા રુ. 25 હજાર, આશિષભાઇ આર. જોષી- અમદાવાદ દ્વારા રુ. 25 હજાર, ભીખુભા કલ્યાણસિંહજી જાડેજા (ટિલાટ) નવી ચીરઇ દ્વારા રુ. 22 હજાર, ઓમ ફ્રેટ ફોર્વડસ પ્રા. લી. […]

માનવજ્યોત દ્વારા સર્વ પિતૃ શ્રાદ્ધ ઉજવાયો

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે સર્વ પિતૃ શ્રાદ્ધની અનેરી ઉજવણી કરવામાં આવી. એકત્રીસ પરિવારો આશ્રમ મધ્યે શ્રાદ્ધની વિધિમાં જોડાયા હતા. નારાયણ સરોવરનાં પ્રખ્યાત મારાજ અને સેડાતા મહાદેવ મંદિરનાં પુજારી દિપક મારાજે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શ્રાદ્ધની વિધિ કરાવી હતી. શ્રાદ્ધનો મહિમા કથા સ્વરુપે સમજાવ્યો હતો. સર્વ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે પિતૃઓને પાણી […]

શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે 70 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો સારવાર લઇ રહ્યા છે.

માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે અત્યારે કચ્છમાં રસ્તે રઝળતા- માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા એકલા-અટુલા-નિરાધાર 70 માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનો છે. દરેકની ભુજની માનસિક આરોગ્યની હોસ્પીટલમાં સારવાર કરાવવામાં આવે છે. સ્વસ્થ બનતાં જ આશ્રમનાં સામાજિક કાર્યકર જે તે રાજ્યોની પોલીસની મદદ લઇ તેમનું ઘર શોધી કાઢે છે. માનવતાનાં આ કાર્યમાં કચ્છ તથા ગુજરાત […]

રોગચાળા સામે સાવધાની રૂપે નિઃશુલ્ક હોમિયોપેથી કેમ્પ યોજાયો

નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જીલ્લા આયુર્વેદ શાખાના માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રઘુવંશીનગર મહિલા મંડળ ભુજનાં સહકારથી વર્ષાઋતુ દરમ્યાન થતા સંભવિત રોગો નિવારણ નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ ઉમેદનગર શાળા નં. 10 મધ્યે યોજાયો હતો. પ્રારંભે ડો. પ્રતિક્ષાબેન પવાર, માનવજ્યોત નાં પ્રબોધ મુનવર, રઘુવંશીનગર મહિલા મંડળનાં પ્રમુખ માલાબેન જોષી,રલાબેન ગોસ્વામી, સેજલબા ઝાલા તથા ઝંખનાબા […]

રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધની ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ સાથે ઉજવણી થઇ રહી છે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધની અનેરી ઉજવણી થઇ રહી છે. દરરોજ જુદા-જુદા મંડળો, વિવિધ પરિવારો શ્રાદ્ધની ઉજવણી આશ્રમ મધ્યે કરતા હોય છે. મહાકાળી મહિલા મંડળ-વર્ધમાનનગર-કચ્છનાં બહેનો પણ સેવાશ્રમ મધ્યે પહોંચી શ્રાદ્ધ ઉજવણીમાં જોડાયા હતા. જયાબેન મુનવર, હેતલ મોમાયા, અમીતા જૈન, લીલાવંતીબેન છેડા, ડીમ્પલ ધરમશી, માલતી ડાઘા, દક્ષા છેડા, ખમાબેન લોડાયા, […]

મધ્યપ્રદેશનો મંચ્છારામ પાંચ વર્ષે ઘરે પહોંચ્યો

મધ્યપ્રદેશનાં ધારા જીલ્લાનાં જમરાપાડા ગામનો યુવાન મંચ્છારામ ઉ.વ. 45 ગુમ થતાં પરિવારજનોએ ચિંતાતુર બની તેની સતત શોધ ચલાવી હતી. આખરે તે રખડતો ભટકતો બાયડનાં જય અંબે મંદબુદ્ધિ આશ્રમે પહોંચ્યો હતો. ત્યાંનાં સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરાવી. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી આવી તેને શ્રી […]

માનવજ્યોત દ્વારા શ્રાદ્ધની સંપૂર્ણ શાસ્ત્રોક્તવિધિ સાથે ઉજવણી થઇ રહી છે.

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે શ્રાદ્ધની અનેરી ઉજવણી કરવામાં આવી રહી છે.આશ્રમ સ્થળે 15 દિવસ સુધી દરરોજ સવારે 11 વાગે શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે. જુદા-જુદા મહિલા મંડળો, ભાઇ-બહેનો, પરિવારો શ્રાદ્ધની વિધિ કરવા માનવજ્યોતનાં આશ્રમ સુધી પાલારા મધ્યે પહોંચે છે. સેડાતા મહાદેવ મંદિરનાં પૂજારી દિપક મારાજ નારાયણ સરોવરવાળા શાસ્ત્રોક્ત વિધિ વિધાન […]

ભુજ નજીક પાલારા-કચ્છ મધ્યે આકાર લઇ રહ્યું છે“શ્રી એમ.એલ. ભક્તા વડીલોનો વિસામો,,

આજનાં ઝડપી યુગમાં પરિવાર કયાંક ખોવાઈ ગયો છે. પરિવારની આવક લાખો-કરોડોની હોવા છતાં ઘરમાં શાંતિ નથી. પારિવારિક આંતરિક ઝઘડા કલેશ-કપટથી આજનો માનવી-હેરાન પરેશાન છે. ખૂબ જ મોટા બંગલા-ફલેટ- વૈભવશાળીકાર તથા દરેક જાતનું સુખ હોવા છતાં માનવી ટેન્શનમાં જીવે છે. કોણ કોને સમજાવે ? માનવજ્યોત ભુજમાં દર અઠવાડિયે એક વૃદ્ધ એવો કપલ આવે કે આવીને અમને […]

માનવજ્યોત દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે

માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે વિવિધ દાતાશ્રીઓનાં સહયોગથી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છના માનસિક દિવ્યાંગોને, મસ્તરામોને ભાવતા ભોજન પીરસવામાં આવશે. આવા કર્માધીન મસ્તરામોને જમાડવાથી પુન્યનું ભાથું બંધાતું હોઈ લોકો શ્રાદ્ધ નિમિત્તે આવા લોકોને જમાડવાનાં કાર્યને શ્રેષ્ઠ ગણે છે. દરરોજ એકલા-અટુલા-નિરાધાર ૧૦૭ વૃદ્ધોને ઘેર બેઠા ટીફીન દ્વારા નિઃશુલ્ક ભોજન પહોંચાડવામાં આવશે. રંક બાળકો તથા શ્રમજીવીકોને ભોજન […]