પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી એમ.એલ.ભક્તા વડીલોનો વિસામો મધ્યે રુદ્રી યોજાઇ

નારીશક્તિ મહિલા મંડળ માધાપર દ્વારા દરેક વાર-તહેવારોની ઉત્સાહ અને ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. શ્રાવણ માસ પ્રસંગે માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી એમ.એલ.ભક્તા વડીલોનો વિસામો હોલ મધ્યે મંડળ દ્વારા તુષારીબેન વેકરીયાના માર્ગદર્શન હેઠળ રુદ્રી યોજાઇ હતી.

જેમાં સેવાશ્રમનાં વૃદ્ધ વડીલો હોંશે હોંશે રાસ-ગરબામાં પણ જોડાયા હતા. ઉષાબેન મચ્છર તથા મુક્તાબેન કાનપરાએ રુદ્રીની ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ વિધાન કરાવ્યા હતા.

શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છનાં માનસિક દિવ્યાંગોનાં કાંડે નારીશક્તિ મહિલા મંડળનાં બહેનોએ રક્ષાબંધન કર્યું હતું. આ પ્રસંગે જીલ્લા સમાજ સુરક્ષાનાં શ્રી ચૌહાણસાહેબ ઉપસ્થિત રહ્યા હતા. મંડળનાં દ્વારા માનસિક દિવ્યાંગો તથા વૃદ્ધ વડીલોને ભાવતા-ભોજન જમાડવામાં આવેલ.

માનવજ્યોત દ્વારા પ્રબોધ મુનવર, ભવાનજીભાઇ ઠકકરે આભારની લાગણી વ્યક્ત કરી હતી.