સખી મહિલા મંડળ સુખપર દ્વારા મંડળનાં શ્રી વાલુબેન રાબડીયા તથા ધનુબેન મેપાણીની આગેવાની હેઠળ મંડળનાં બહેનોએ માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છની મુલાકાત લીધી હતી. તેમજ માનસિક દિવ્યાંગોની થઇ રહેલી સેવા અંગે ખુશી વ્યક્ત કરી હતી.
સખી મહિલા મંડળ સુખપરનાં પટેલ સમાજનાં બહેનોએ સેવાશ્રમનાં માનસિક દિવ્યાંગ ભાઇ-બહેનોને રાસ રમાડી અનેક પ્રકારે સેવાઓ કરી હતી. તેમજ માનસિક દિવ્યાંગોને મંડળ દ્વારા ભાવતા ભોજન જમાડવામાં આવેલ.
માનવજ્યોતનાં શ્રી પ્રબોધ મુનવરે માનવજ્યોત સંસ્થા ભુજની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી સખી મહિલા મંડળ સુખપરનો આભાર માન્યો હતો.

