માનવજયોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ દ્વારા ભરતભાઇ દલાલ, ગોવિંદભાઇ ભુડીયા, અમૃતબેન ભુડીયાના સહયોગથી હરતું-ફરત છાશ કેન્દ્રનું ક્ષમાપન કરાયું છે.
સંસ્થાનાં અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરતમંદ લોકો તથા શ્રમજીવી વર્ગને દરરોજ નમક-જીરા-બરફવાળી સ્વાદિષ્ટ ઠંડી છાશ પીવડાવવામાં આવી હતી. દરરોજ ૩૦૦ લીટર છાશ હરતા-ફરતા વાહનથી શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં પહોંચી હતી. જેથી જરૂરતમંદોની આંતરડી ઠરી હતી. જરૂરતમંદ લોકો તેમજ મજૂરી કામ કરતા શ્રમિક ભાઇ-બહેનોને પીવા ઠંડી અને તાજગીભરી છાસ વિતરણ કરવામાં આવી હતી.
પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, અરવિંદ ઠક્કર, આનંદ રાયસોની, ગોવિંદ પાટીદાર, કનૈયાલાલ અબોટી, નીતિન ઠક્કર, ભુપેન્દ્ર બાબરીયા, રફીક બાવા, ભરતભાઇ વી. સોનીએ જુદા-જુદા વિસ્તારોમાં વિતરણ વ્યવસ્થા સંભાળી હતી.

