દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજ સ્થિત માનવજ્યોત સંસ્થાના કાર્યાલયની મુલાકાત લેવામાં આવી હતી.
આ પ્રસંગે માનવજ્યોત સંસ્થાના પ્રમુખ શ્રી પ્રબોધ મુનવરને સાંસદશ્રી દ્વારા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સંસ્થા દ્વારા કરવામાં આવતા વિવિધ સેવાકીય કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા.
માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની અને દીપેશ શાહ દ્વારા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાનું કુંડા-ચકલી અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું અને ઉષ્માભર્યો આવકાર આપવામાં આવ્યો હતો.
આ મુલાકાત દરમિયાન માનવજ્યોત સંસ્થા દ્વારા ચાલી રહેલી વિવિધ સામાજિક અને માનવસેવાની પ્રવૃત્તિઓ અંગેની વિગતવાર માહિતી સાંસદશ્રીને આપવામાં આવી હતી. સંસ્થાના સેવાકીય કાર્યો અંગે જાણીને તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને ભવિષ્યમાં પણ આવા સેવાકાર્યો સતત ચાલુ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમમાં ભુજ શહેર ભાજપ પ્રમુખ મીત ઠક્કર, જીગર શાહ, જયેશ ઠક્કર સહિત ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

